પતિ-પત્નીને પોતાના પ્રેમ અને રોમાંસને સ્થાયી બનાવી રાખવા માટે અને જેમને પોતાની પસંદગીનો જીવનસાથી ન મળી રહ્યો તેમને તેવો જીવનસાથી મેળવવા માટે નીચે આપેલા ઉપાયને અવશ્ય અજમાવવો જોઈએ-
એક પહોળા વાસણમાં પાણી ભરીને તેમાં 4-5 લાલ કે પીળી મીણબત્તીઓ સળગાવીને તરવા માટે છોડી દેવી જોઈએ. આ વાસણમાં કોઈ પણ સાત રત્નો, લાકડીનો એક નાનો ટુકડો, ગુલાબ, ગલગોટો કે ચમેલીનું એક ફૂલ અને પોતાની સોનાની કે ચાંદીની વીંટી કે પછી આ ધાતુનો કોઈ પણ ટુકડો નાંખી દો. આ વાસણને બેઠકના મેજ પર મુકી દો.
આ વાસણ બ્રહ્માંડના પાંચ તત્વોનું પ્રતિનિધિત્વ કરે છે. આમાં સળગતી સાત મીણબત્તીઓ અગ્નિ તત્વનું, રત્ન પૃથ્વીનું, પાણી જળતત્વનું, સોનું અને ચાંદી ધાતુનું તેમજ લાકડીનો ટુકડો કાષ્ઠ તત્વનું પ્રતિનિધિત્વ કરે છે. આનાથી અંદરો અંદર પ્રેમ વધે છે. આ સિવાય એક મહિના સુધી કુવારા છોકરાના રૂમમાં મુકવાથી મનગમતી છોકરી મળે છે અને કુવારી છોકરીના રૂમમાં દોઢ મહિના સુધી મુકવાથી મનગમતો વર મળે છે.
(ગૃહસહેલી)