ફરાળી વાનગી - સાબુદાણાની ચકલી
સામગ્રી - 250 ગ્રામ સાબુદાણા, 250 ગ્રામ બાફેલા બટાકા, લાલ મરચુ 4 ચમચી, જીરુ બે મોટી ચમચી, મીઠુ સ્વાદમુજબ. બનાવવાની રીત - સાબુદાણાને ધોઈને 5-6 કલાક પાણીમાં પલાળી રાખો. પછી જીરુ સેંકીને વાટી લો. હવે મિક્સરમાં સાબૂદાણા, બટાકા અને પાણી નાખીને વાટી લો. મીઠુ અને જીરુ નાખીને સારી રીતે મિક્સ કરી લો. હવે ચકલીના સંચાથી પ્લાસ્ટિક પર ચકલી બનાવો અને સુકાવો. આને તેલ અથવા ઘી માં તળીને ઉપયોગમાં લો.