ફરાળી વાનગી - સાબુદાણાના લાડુ
સામગ્રી - સાબુદાણાનો લોટ 250 ગ્રામ, શુદ્ધ ઘી 125 ગ્રામ, દળેલી ખાંડ 150 ગ્રામ, ઈલાયચી 8 થી 10, કિશમિશ 10 ગ્રામ, કાજૂ 20 ગ્રામ, બદામ 8 થી 10. બનાવવાની રીત - સૌ પ્રથમ સાબુદાણાના લોટને શુદ્ધ ઘી માં ગુલાબી થતા સુધી સેકી લો. પછી તેને ગેસ પરથી ઉતારી થોડો ઠંડો થવા દો. ઠંડો થતા તેમા દળેલી ખાંડ, કાજૂ, કિશમિશ અને ઈલાયચી નાખીને સારી રીતે મિક્સ કરી લો. લાડુ બનાવી લો. દરેલ લાડુમાં એક બદામ દબાવી દો. આ લાડુ તમે ઉપવાસમાં ખાઈ શકો છો. આ લાડુ ઘણા દિવસ સુધી ખરાબ પણ નથી થતા.