પ્રેમચંદ હિન્દીસાહિત્યના મહાન કવિ ગણવામાં આવે છે. તેમનો જન્મ 31-7-1880માં કાશી પાસે લમહી ગામમાં થયો હતો. તેઓ ગરીબ પરિવારમાં જનમ્યા હતા. તેમનું સાચું નામ ધનપતરાય શ્રીવાસ્વ હતું. નાની ઉંમરમાં તેમના માતા-પિતા મૃત્યું પામ્યા હતા. તેથી બધી જવાબદારીઓ તેમના પર આવી ગઇ હતી. નોકરી કરતા કરતા સાથે બી.એ. પાસ કર્યુ હતું.
પ્રેમચંદે લખવાની શરૂઆત ઉર્દુથી કરી હતી.તેમને ઉર્દુમાં નવાબરાયથી લખવાની શરૂઆત કરી હતી. તેમને મોટાભાગનો સમય બનારસ અને લખનઉમાં ગાળ્યો હતો. ત્યાં રહીને તેમને અનેક પત્રિકાઓમાં સંપાદન પણ કર્યું હતુ. તેઓ લેખકની સાથે-સાથે એક સમાજસેવક પણ હતા.
તેમને હંસ નામની પત્રિકા શરૂ કરી હતી. હંસ પત્રિકાને હિન્દીસાહિત્યની મુખ્ય પત્રિકા ગણવામાં આવે છે. પ્રેમચંદે ઉપન્યાસ અને વાર્તાઓનુ પણ નિર્માણ કર્યુ છે. માટે તેઓ શ્રેષ્ઠ ઉપન્યાસકાર અને વાર્તાકાર ગણવામાં આવે છે. તેમના શ્રેષ્ઠ ઉપન્યાસમાં કર્મભૂમિ, ગોદાન, રંગભૂમિ નો સમવેશ થાય છે.
તદઉપરાંત કાયાકલ્પ, મનોરમા, વરદાન,મંગલસૂત્ર જેવા ઉપન્યાસ અને પંચ પરમેશ્વર ,બદે ઘર કી બેટી. નશા, ઉઘાર કી ઘડી, નમક કા દરોગા, બડે ભાઇસાબ જેવી વાર્તાઓ પણ પ્રદાન કરી છે. તેમની રચના અને સાહિત્યમાં સામાજિક સમસ્યાઓ નિરૂપણ કર્યું છે. તેમને હિન્દીસાહિત્યમાં ખૂબ જ સારૂ પ્રદાન કર્યુ છે. તેમને થોડો સમય ફિલ્મદુનિયા સાથે વિતાવ્યો હતો. પ્રેમચંદનુ મૃત્યું 8-10-1936ના રોજ તેઓ મૃત્યું પામ્યા હતા.