આધકવિ નરસિંહ મહેતાનો જન્મ આશરે 1414માં તળાજા ગામમાં થયો હતો. તેઓ જાતે નાગર બ્રાહ્મણ હતા. નાનપણમાં તેઓ મંદ બુદ્ધીના હતા.
નરસિંહ મહેતા નાતજાતના ભેદભાવ રાખ્યા વિના હરિજનોને ત્યાં જતાં અને ભજનો ગાતાં. તેઓ આખ્યાનકાર પણ હતા. તેમને 1200થી પણ વધુ પદો રચ્યા હતાં. જેમાં કુંવરબાઇનું મામેરૂ, સુદામા ચરિત્ર, ઝારીના પદોનો સમાવેશ થાય છે.
નરસિંહ મહેતા તેમના પ્રભાતિયા, છંદ અને કેદારો રાગ ના કારણે ઘણા લોકપ્રિય બન્યા હતા. ગુજરાતી ભાષાના શ્રેષ્ઠ કવિઓમાં નરસિંહ મહેતાનો સમાવેશ કરવામાં આવે છે. તેઓ આદિકવિ તરીકે પણ ઓળખાય છે.
નરસિંહ મહેતાની યાદમાં ગુજરાતી સાહિત્યના શ્રેષ્ઠ કવિઓને નરસિંહ મહેતા એવોર્ડ એનાયત કરવામાં આવે છે.
નરસિંહ મહેતાની 'જળ કમળ છોડી જાને બાળા...' આ રચના ખૂબ પ્રખ્યાત છે. 'વૈષ્ણ વજન તો તેને કહીયે, જે પિડ પરાઇ જાણે રે..' નરસિંહ મહેતાનું આ ભજન ગાંધીજીને પણ લોકપ્રિય હતુ.
નરસિંહ મહેતાની કૃષ્ણભક્તિ અપાર હતી. તેમને તેમની રચનાઓમાં કૃષ્ણને કેન્દ્ર સ્થાને રાખીને રચ્યાં છે. આજે પણ તેમના પદો દરેક ઘરોમાં ગવાતાં જોવા મળે છે.