ગોવર્ધનરામ ત્રિપાઠીનો જન્મ 20-10-1855 ના નડીયાદમાં થયો. ગોવર્ધનરામના પિતાજીનુ નામ માધવરામ અને માતાનુ નામ શિવાકાશી હતું. 1871માં મેટ્રીક પાસ કર્યું હતું. તેઓએ મુંબઇની કોલેજમાંથી એલ.એલ.બી. પાસ કર્યુ હતુ.
ગોવર્ધનરામે સાહિત્યક્ષેત્રે સેવા આપવાનુ પહેલાથી જ નક્કી કર્યુ હતુ. તેઓ ભાવનગરના દીવાનના પ્રાઇવેટ સેક્રેટરી તરીકે રહી ચૂક્યા હતાં.
ગોવર્ધનરામે 1866માં હરિલક્ષ્મી સાથે લગ્ન થયા હતાં. ગોવર્ધનરામે બે લગ્ન કર્યા હતા. તેઓએ સમાજસેવા અને વકિલાત કરવાનો નિર્ણય પહલેથી જ કર્યો હતો.
ગોવર્ધનરામે ગુજરાતીસાહિત્ય પરિષદમાં પણ સેવા આપી છે. તેમની સરસ્વતીચંદ્ર ભાગ 1 થી 4 ભાગ અને લીલાવતી જીવનકથા નવલકથાઓ લખી છે.
ગોવર્ધનરામે સ્નેહમુદ્રા નામનો કાવ્યસંગ્રહ પણ રચ્યો છે. સરસ્વતીચંદ્ર ગુજરાતી ભાષામાં વખાણવામાં આવેલી છે. તે લોકોને ખૂબ ગમી હતી.
ગોવર્ધનરામે સાહિત્યક્ષેત્રે સારા પ્રમાણમાં યોગદાન કરેલુ જોવા મળે છે.