દુનિયાની વિચિત્ર ઘટનાઓમાં ભારતીય પ્રથમ
રિબ્લીઝ બીલિવ ઈટ ઓર નોટની આ વર્ષની 11 અજીબોગરીબ કહાનીઓમાં 39 પત્નીઓ, 94 બાળકો અને 33 પૌત્ર-પૌત્રીઓ ધરાવતા ભારતીય વ્યક્તિની કહાની પહેલા સ્થાને છે.રિપ્લીઝ બીલિવ ઈટ ઓર નોટ અજીબોગરીબ, અદ્દભૂત અને અસામાન્ય ચીજોનો તજજ્ઞ મનાય છે. તેના તરફથી આ વર્ષની 11 સૌથી અજીબોગરીબ કહાનીઓ ગઈકાલે જાહેર કરવામાં આવી હતી. 11 અજીબોગરીબ કહાનીઓમાં લંડનથી પ્રકાશિત ધ ટેલીગ્રાફમાં પ્રસિદ્ધ થયેલા જિઓન ચાનાની કહાની ટોચ પર છે જે બર્મા અને બાંગ્લાદેશ સીમા સાથે જોડાયેલા મિઝોરમના પર્વતિય ગામમાં ચાર માળના મકાનમાં રહે છે જેના 100 રૂમ છે. રિપ્લિઝ બીલિવ ઈટ ઓર નોટ તરફથી જાહેર કરાયેલા એક નિવેદનમાં કહેવાયું છે કે 66 વર્ષનો ભારતીય વૃદ્ધ વ્યક્તિ 39 પત્નીઓ, 94 બાળકો અને 33 પૌત્ર-પૌત્રીઓ ધરાવે છે.ધ ટોલીગ્રાફે ચાનાને ટાંકીને જણાવ્યુ હતુ કે તેણે આ વર્ષમાં 10 લગ્ન કર્યા છે. અખબારના જણાવ્યા અનુસાર ચાનાએ પોતાની પહેલી પત્ની સાથે મુલાકાત તે માત્ર 17 વર્ષનો હતો ત્યારે જ કરી હતી. રિપ્લિઝ બીલીવ ઈટ ઓર નોટની અન્ય અજીબોગરીબ કહાનીઓમાં કળાના નામ અંગોનું પ્રત્યારોપણ, 70 હજાર ડોલરમાં લિંચેસ્ટીન ભાડા પર, આંધળા શ્વાનને પોતાનો ગાઈડ શ્વાન મળતો અને 29 શબો સાથે કબ્રસ્તાનનો સંગ્રહકર્તા પકડાવવો પણ સામેલ હતા