દિલ્હીમાં કોંગ્રેસને મળેલી સ્પષ્ટ બહુમતી શિલા દીક્ષિતને આભારી છે. તેઓ એક શક્તિશાળી મહિલા નેતા છે. દિલ્હીમાં ઘણા વિવાદોમાં તેમની સંડોવણી હોવા છતાં દિલ્હીની જનતાએ તેમને સતત ત્રીજી વખત ચૂંટીને તેમના પ્રામાણીક કાર્યશીલતાનું ઉદાહરણ આપ્યુ છે.
શિલા દીક્ષિત માસ્ટર ઓફ આર્ટ્સ ડિગ્રી ધરાવે છે. તેમના સ્વતંત્રતા સેનાની ઉમાશંકર દીક્ષિતના પરિવારમાં તેમના લગ્ન થયા. તેમના પતિ વિનોદ દીક્ષિત ભારતીય વહીવટી સેવામાં એક સન્માનિત સભ્ય હતાં. તેમના બે પુત્રમાનો એક પુત્ર સંદીપ સંસદ સભ્ય છે.
1984થી 98 દરમિયાન તેઓએ ઉત્તર પ્રદેશની કત્રોઝ સંસદીય સીટનું પ્રતિનિધિત્વ કર્યુ હતું. તેઓ કેન્દ્ર સરકારમાં પ્રધાન પણ રહી ચૂક્યા છે. દિલ્હી કોંગ્રેસ પ્રદેશ સમિતિના પ્રમુખ તરીકે તેઓએ 1998માં કોંગ્રેસને જીત અપાવી હતી. ત્યારબાદથી તેમનો શાનદાર દેખાવ જારી રહ્યો છે.