Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

શ્રી મહા શક્તિની ઉપાસનાનું મહત્વ

શ્રી મહા શક્તિની ઉપાસનાનું મહત્વ
W.D
જ્ઞાન શક્તિ, ક્રિયા શક્તિ, પરાશક્તિ, ચિત્તશક્તિ વગેરે અનેક શક્તિયો છે. શક્તિ જ વિશ્વની સુષ્ટિનાં ઉદ્ભવનો આધાર છે. શક્તિ જ વિશ્વની પરિપોષણનો આધાર છે. આ જ રીતે વિશ્વના વિલયનો આધાર પણ શક્તિ છે.

સ્થિર સુષ્ટિ હોય કે અસ્થિર સુષ્ટિ હોય, પિંડ સુષ્ટિ હોય કે બ્રહ્માંડ સુષ્ટિ, બધી સુષ્ટિને ચલાવવા માટે અને ટકાવી રાખવા માટે શક્તિની અવશ્ય જરૂર પડે છે. આ શક્તિયો સૂક્ષ્મ બ્રહ્મશક્તિના રૂપમાં ઓળખાય છે.

પિંડ સુષ્ટિ એટલેકે અમારા શરીરમાં પણ બ્રહ્માંડ સૃષ્ટિની જેમ જ અનેક ક્રિયામાં પ્રક્રિયા, અનેક અવસ્થાઓનું પરિવર્તન, તેમને ધારણ કરવું, વિનાશ પ્રક્રિયા આ બધા કામ શક્તિ દ્રારા જ સિધ્ધ થાય છે.

કોઈપણ વસ્તુનો ઉદ્ભભવ કરાવવાવાળી શક્તિ બ્રાહ્મી શકિત કહેવાય છે. પૌરાણિક સંદર્ભમાં આ શક્તિને અમે બ્રહ્માં ના રૂપમાં જાણીએ છીએ.

તેની સ્થિતિ કરાવવાવાળી શક્તિ વૈષ્ણવી શક્તિ કહેવાય છે. પોરાણિક સંદર્ભમાં આ શક્તિને વિષ્ણુના રૂપમાં માનીએ છે અને તેને લય કરવાવાળી શક્તિ શૈવી શક્તિ કહેવાય છે. પૌરાણિક સંદર્ભમાં અમે આ શક્તિને શિવના રૂપમાં જાણીએ છીએ.

સ્થૂળ જગત અને આ જ રીતે અમારાં શરીરની અનેક અવસ્થાઓમાં સતત નવાં પરિવર્તન, તેને ધારણ કરવા, સતત અનેક અવસ્થાઓ અને ક્રિયાઓનુ વિઘટન, નાશ અને અન્યમાં વિલય આ બધું કામ શક્તિ દ્રારા જ સિધ્ધ થાય છે.

જેવી રીતે અખિલ વિશ્વને સૂર્ય થી પ્રકાશ, તાપ અને ઉર્જા મળે છે. જેના વગર, જીવન ક્રમ શક્ય નથી. તે જ રીતે અમારાં શરીરમાં પણ અનેક સૂર્યની જેમ પ્રકાશિત પ્રકાશ, તાપ અને ઉર્જાના સ્ત્રોત આવેલા છે. જેને કુળ્ડલીની શક્તિ કહેવાય છે.

અમને આ કુળ્ડલીની શક્તિનો બોધ એ માટે નથી થઈ શકતો કારણ કે તે સુપ્ત અવસ્થામાં જ રહે છે. તેના જાગરણનું સંસાધન કરવાનું હોય છે. આ પ્રક્રિયાને 'કુળ્ડલીની જાગરણ' કહે છે. કુળ્ડલીની જાગરણ પછી અમારા શરીરમાં સુપ્ત અવસ્થામાં વ્યાપેલી અનેક શક્તિયો અસિમિત માત્રામાં પરિલક્ષિત થવા માંડશે. જેને કુળ્ડ્લીની શક્તિ કહે છે.

પરંતુ કુળ્ડલીનીને જાગૃત કરવાની પ્રક્રિયામાં વધુ સાવધાની, સતત પ્રવાસ, વધુ ગંભીરતા અને તીવ્ર અનુશાસનની આવશ્યકતા હોય છે. કારણ કે કોઈ પણ શક્તિના પ્રસ્ફૂટન પછી તેને વિનષ્ટ નથી કરી શકાતા. તેનાથી તો ઘનાત્મક અથવા ઋણાત્મક પ્રભાવ પ્રાપ્ત થઈને જ રહે છે.

અણુબોંબ વિસ્ફોટ પછી જે રીતે અનેક વર્ષો સુધી તેના વિકિરણ પ્રભાવથી અનેક પ્રકારનું નુકશાન ઉઠાવવું પડે છે તે જ રીતે કુળ્ડલીની શક્તિથી ઉત્કિત ઉર્જાના ઋણાત્મક પક્ષનું પણ અનેક ક્ષેત્રોમાં બહું લાંબા સમય સુધી નુકશાન ઉઠાવવું પડે છે.

webdunia
W.D
તેથી જરૂરી છે કે નિષ્ણાત ગુરૂના નિર્દેશનમાં જ 'કુળ્ડલીની જાગરણ' ઉપક્રમ કરવામાં આવે. તેથી જ તો ભારતીય ઋષિયોયે લખ્યું છે કે - 'ગુરૂ ઉપદેશોજ્ઞેયત' અર્થાત ગુરૂ મુખથી જ સમજો.

આ શક્તિયોના પ્રતિનિધિના રૂપમાં આપણે બ્રહ્મા-વિષ્ણુ-મહેશ(શિવ)ના રૂપમાં પૌરાણિક આખ્યાનોના અંતર્ગત પૂજન કરીએ છીએ. અમારી ભારતીય સંસ્કૃતિની કુળ્ડલીની જાગરણની પ્રક્રિયાની પહેલી શરૂઆત ગંભીર અને સંપૂર્ણ સુરક્ષિત પ્રક્રિયા છે.

કોઈપણ ઉર્જાના સંવહનના બે આધાર છે. - ઘન ઉર્જા(ઘન વિદ્યુત) અને ઋણ ઉર્જા (ઋણ વિદ્યુત). ઘન ઉર્જાના રૂપમાં બ્રહ્મા-વિષ્ણુ-મહેશ(શિવ)નુ પૂજન કરવામાં આવે છે. પરંતુ ઋણ ઉર્જા, જે કોઈ ઉર્જાને સંચાલિત કરવાનું કામ કરે છે, તેને આપણે ભારતીય પરંપરામાં શક્તિના રૂપમાં પૂજીએ છીએ. આ જ છે ભારતની શક્તિ પરંપરા અર્થાત શક્તિ ઉપાસના ક્રમ.

કળિયુગમાં આ સ્વરૂપનો આરાધન-અનુષ્ઠાન અને ધારણા - ઘ્યાન થકી ઇષ્ટની પ્રાપ્તિ અને અનિષ્ટનું નિરસન વધુ સુલભ અને ઉત્તમ ફળદાયી સિદ્ધ થાય છે. આથી જ પુરાણોની પ્રજ્ઞા પણ પોકાર કરે છે,જેમ એક અને અખંડ સચ્ચિદાનંદ સ્વરૂપ પરમાત્માને ઋષિઓએ બ્રહ્મા હરિહરરૂપે સૌ કોઈના નિકટવર્તી બનાવ્યા છે, તેમ આદિત્ય, વિનાયક અને શકિત પણ એ જ પરમતત્ત્વની વધુ સઘન અભિવ્યકિત છે. જેવી રીતે કૃત, ત્રેતા અને દ્વાપર યુગોની જેમ એક મહાકાળપુરુષ જ કળિરૂપે વ્યકત થયા છે, તેવી જ રીતે વિનાયક અને ચંડી પણ તેનું જ રૂપાંતરણ છે. આથી જ આ કાળમાં કળિ, ભગવાન વિનાયક અને ભગવતી ચંડીનું માહાત્મ્ય વધુ છે. કોઈ યુગ અનિષ્ટનો હોતો નથી અને કેવળ વિશેષતાઓ જ વિભિન્ન હોય છે. તેવી જ રીતે ચંડી અને વિનાયકનું નામસ્મરણ કળિયુગમાં ઇષ્ટ પ્રાપ્તિ માટે વધુ લાભપ્રદ અને સરળ છે. રિદ્ધિ-સિદ્ધિ રૂપ શકિતઓ શ્રીગણેશને સ્વાધીન છે તો વળી, સ્વયં ગણેશજી ગિરિજા-પાર્વતી માતામાંથી સ્ફુરણ પામ્યા છે.

તત્વત: અખિલાઈ એક જ છે, પરંતુ વિવર્તના જે-તે રૂપથી ઉઘ્ર્વીકરણનો જે તે માર્ગ ક્રમિક રીતે જાળવવો જરૂરી છે, તેવી જ રીતે ઇષ્ટ નામ-રૂપ થકી પણ એ જ અસ્તિ, ભાતિ અને પ્રિયરૂપની પ્રાપ્તિ શકય બને છે.

જ્ઞાન ખડગ છે તો ઉપાસના નાનકડી સોય છે, પરંતુ જયાં સોયથી કામ પૂરું પાડવાનું હોય ત્યાં તલવાર નિરુપયોગી હોય છે. યોગ અને ઉપાસનાથી શુદ્ધ અને નર્મિળ થયેલું મન જ જ્ઞાન દ્વારા સાચા લક્ષ્યને (મોક્ષને) પ્રાપ્ત કરી શકે છે. બુદ્ધિ, શકિત અને ભકિતની સહકારી પ્રવૃત્તિથી ઉન્નત બનો.

Share this Story:

Follow Webdunia gujarati