Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કુમારીકા પુજન કેવી રીતે કરશો?

કુમારીકા પુજન કેવી રીતે કરશો?
W.DW.D

નવરાત્રિ વ્રતની પરિપૂર્ણતા માટે માર્કેંડેય પુરાણમાં તેનો ઉલ્લેખ છે. જે લોકો નવરાત્રિની પુજા કરતાં હોય છે તેમણે નવરાત્રિ ઉપાસનાના પ્રથમ દિવસે એક કન્યાનું પુજન કરવું જોઈએ , બીજા દિવાસે બે , ત્રીજા દિવસે ત્રણ, ચોથા દિવસે ચાર આ રીતે નવ દિવસ સુધી કન્યાઓનું પુજન કરવું જોઈએ. પુઅજન પોતાના આર્થિક સામર્થ અનુસાર યથાશક્તિ કરવું જોઈએ. જો નવ દિવસ સુધી પુજન ન કરી શકો તો આઠમના દિવસે અવશ્ય સામર્થ્ય કુમારિકા પુજન કરો.સાધકે યથાશક્તિ વસ્ત્ર, આભૂષણ, પુષ્પમાળા, ચંદન વગેરેથી કન્યાઓને દેવી સ્વરૂપ માનીને પુજન કરવું જોઈએ.

પુજા માટે કુમારિકાની પસંદગી

કુમારિકા તે બાલિકા કહેવાય છે કે જે ઓછામાં ઓછી બે વર્ષની થઈ ગઈ હોય અને દસ વર્ષથી વધું ઉંમર ન હોય.

જે કુમારિકાના શરીરે કોઇ પણ પ્રકારની ખોડ ખાંપણ હોય અને જેના શરીરમાંથી દુર્ગંધ આવતી હોય અને જેના બધા જ અંગો પૂર્ણ ન હોય, જે અત્યંત દુર્બળ અને રોગયુક્ત શરીરવાળી હોય તેવી કન્યાઓનો કુમારિકા પુજનમાં સમાવેશ કરવામાં આવતો નથી.

એવી કન્યા જેના જન્મ પહેલા જ તેના પિતાનું મૃત્યું થઈ ગયું હોય અથવા તો જેની માતાના લગ્ન પૂર્વે જ તેનો જન્મ થયો હોય તેવી કુમારિકા પુજન માટે યોગ્ય નથી.

નાનપણથી ત્રાંસી નજરે જોનાર અને તોતળુ બોલનાર કન્યાઓ પણ પૂજન માટે યોગ્ય નથી.

કુમારિકાઓનું પુજન કરવાથી ધનની વૃધ્ધિ થાય છે, દુ:ખ અને દરિદ્રતાનો નાશ થાય છે. શત્રુઓનો નાશ થાય છે. બળમાં વૃધ્ધી થાય છે, પુત્ર પ્રાપ્તિના યોગ રહે છે, વિદ્યા, વિજય, રાજ્ય અને સુખની પ્રાપ્તિ થાય છે.

કુમારિકાનું સ્વરૂપ

જુદા જુદા કારણોને કારણે જુદી જુદી કુમારેકાઓનું પુજન કરવામાં આવે છે :-
webdunia
W.DW.D

બે વર્ષની ઉંમરની કન્યાને કુમારિકા કહે છે. દુ:ખ અને રદિદ્રતાને દૂર કરવા માટે કુમારિકા રૂપનું પુજન કરવું જોઈએ.

'कुमारस्य व तत्वानि या सृजत्यपि लीलया।'
कादीनपि च देवांस्तां कुमारीं पूज्ययाम्हम्‌॥

જે સ્કંદના તત્વો તેમજ બ્રહ્મા વગેરેની લીલા પૂર્વક રચના કરે છે તે કુમારિ દેવીનું પુજન કરૂ છું આવો સંકલ્પ લઈને પુજન કરો. આ પુજાથી શત્રુઓનો નાશ, ધન, આયુષ્ય અને બળમાં વૃધ્ધિ થાય છે.

ત્રણ વર્ષની ઉંમરની કન્યાને ત્રિમૂર્તિ કહેવામાં આવે છે. ધર્મ, અર્થ અને કામની વૃધ્ધી માટે ત્રિમૂર્ત રૂપની પુજા કરવી જોઈએ.

सत्वादिभिस्त्रिमूर्तियां तैर्हि नानास्वरूपिणी।
त्रिकालव्यापिनी शक्ति त्रिमूर्ति पूजयाम्यहम्‌॥

જેના અનેક રૂપ છે અને જે ત્રણેય કાળમાં વ્યાપ્ત છે, તે ભગવતીની હું પુજા કરુ છું. આ સંકલ્પ લઈને પુજા કરો. ત્રિમૂર્તિની પુજા કરવાતી ધન-ધાન્યની વૃધ્ધી થાય છે અને પુત્ર પ્રાપ્તિ થાય છે.

ચાર વર્ષની ઉંમરની કન્યાને કલ્યાણી કહે છે. રાજ્ય, વિજય ને સુખ મેળવવા માટે અભિભાવથી કલ્યાણી રૂપનું પુજન કરવામાં આવે છે.

कल्याणकारिणी नित्यं भक्ताना पूजितानिशम्‌।
पूज्यामि च तां भक्तया कल्याणी पूजयाम्यहम्‌॥

જેનું હંમેશા પુજન થાય છે તેવી ભક્તોનું કલ્યાન કરનાર સ્વભાવવાળી, અને બધા જ મનોરથોને પૂર્ણ કરનાર ભગવતી કલ્યાણીની હું પુજા કરૂ છું. આ સંકલ્પ લઈને પુજન કરો.

webdunia
W.DW.D

પાંચ વર્ષની ઉંમરની કન્યાને રોહીણી કહે છે. જુદા જુદા રોગોના નાશ માટે રોહીણીનું પુજન કરવામાં આવે છે.

रोहयन्ती च बीजानि प्राग्जन्मसंचितानि वै।
या देवी सर्वभूतानां रोहिणीं पूजयाम्यहम्‌॥

જે બધા જ પ્રાણીઓની અંદર સંચિત બીજોનું રોપણ કરે છે તે ભગવતી રોહીણીની હું ઉપાસના કરૂ છું. આ સંકલ્પ લઈને પુજન કરવામાં આવે છે.

છ વર્ષની ઉંમરની કન્યાને કાલિકા કહે છે. શત્રુઓનો નાશ કરવા માટે કાલિકા રૂપનું પુજન કરવામાં આવે છે.

काली कालयते सर्व ब्रह्माणुं सचराचरम्‌।
कल्पयान्त समये या तां कालिकां पूजयाम्यहम्‌॥

કલ્પના અંતમાં ચરાચર સહિત આખા બ્રહ્માંડને જે પોતાનામાં વિલિન કરી લે છે તે ભગવતી કાલિકાનું હું પુજન કરૂ છું. આ સંક્લ્પ લઈને પુજન કરવામાં આવે છે.

સાત વર્ષની ઉંમરની કન્યાને ચંડિકા કહેવામાં આવે છે. ઐશ્વર્ય અને ધનની પ્રાપ્તિ માટે ચંડિકાનું પુજન કરવામાં આવે છે.

चतां चण्डपापहरिणीं चण्डिकां पूजयाम्यहम्‌॥
ण्डिकां चण्डरूपां च चण्डमण्ड विनाशिनीम्‌।

જેમનું રૂપ ખુબ જ પ્રકાશમાન છે, જે ચંડ અને મુંડનો સંહાર કરનારી છે તથા જેમની કૃપાથી ઘોર પાપ તુરંત જ નાશ પામે છે. તે ભગવતી ચંડિકાનું હું પુજન કરૂ છું. આ સંકલ્પ લઈને પુજન કરવામાં આવે છે.

આઠ વર્ષની ઉંમરની કન્યાને શામ્ભવી કહે છે. કોઇને મોહીત કરવા માટે, દુ:ખ અને દરિદ્રતા દુર કરવા માટે, તેમજ યુધ્ધમાં વિજય મેળવવા માટે શામ્ભવી રૂપનું પુજન થાય છે.

अकारणात्‌ समुत्पत्तिर्यन्मयैः परिकीर्तिता।
यस्यास्तां सुखदां देवी शाम्भवी पूजयाम्यहम्‌॥

વેદ જેમના સ્વરૂપ છે તે જ વેદ જેમના ઉદભવનાં વિષયમાં કારણનો અભાવ જનાવે તથા બધાને સુખી બનાવવાનો જેમનો સ્વાભાવિક ગુણ છે. તે ભગવતી શામ્ભવીની હું પુજા કરૂ છું. આ સંકલ્પ લઈને પુજા કરવામાં આવે છે.
webdunia
R SETHIAW.D

નવ વર્ષની ઉંમરની કન્યાને દુર્ગા કહે છે. કોઇ પણ મુશ્કેલ કાર્ય સિધ્ધ કરવા માટે, દુષ્ટ શત્રુનો નાશ કરવા માટે દુર્ગારૂપનું પુજન કરવું જોઈએ.

दुर्गात्‌ त्रायति भक्तं या सदा दुर्गार्तिनाशिनी।
दुर्ज्ञेया सर्व देवानां तां दुर्गां पूजयाम्यहम्‌॥

જે ભક્તોને હંમેશા સંકટથી બચાવે છે, દુ:ખ દુર કરવા માટે જે હંમેશા તત્પર રહે છે તેમજ દેવતાઓ પણ જેમને જાણવામાં અસમર્થ છે તે ભગવતી દુર્ગાની હું પુજા કરૂ છું. તે સંકલ્પ લઈને પુજન કરવામાં આવે છે.

દસ વર્ષની ઉંમરની કન્યાને સુભદ્રા કહેવામાં આવે છે. મનોરથ પૂર્ણ કરવા માટે સુભદ્રારૂપનું પુજન કરવામાં આવે છે.

सुभद्राणि च भक्तानां कुरुते पूजिता सदा।
अभद्र नाशिनी देवी सुभद्रां पूजयाम्यहम्‌॥

જે સુપુજીત રહેનાર ભક્તોનું કલ્યાણ કરવા માટે હંમેશા તત્પર રહે છે. તે અશુભ વિનાશિની ભગવતી સુભદ્રાની હું પુજા કરૂ છું. આ સંકલ્પ લઈને પુજા કરવામાં આવે છે.

કુમારિકા પુજનનું ફળ :-

જે કુમારિકાને અન્ન, વસ્ત્ર અને જળ અર્પણ કરે છે તેનું તે અન્ન મેરૂ સમાન અને જળ સમુદ્ર જેટલું અનંત થાય છે. વસ્ત્રો આપવાથી તે કરોડો-અરબો વર્ષો સુધી શિવલોકમાં પૂજીત થાય છે.

Share this Story:

Follow Webdunia gujarati