Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવી રુમઝુમ ગુજરાતની નવરાત્રી

આવી રુમઝુમ ગુજરાતની નવરાત્રી

પારૂલ ચૌધરી

PRP.R

શ્રાધ્ધ પૂર્ણ થતાંની સાથે જ નવલાં નોરતાંની શરૂઆત થઈ જાય છે. નવરાત્રી આવતાંની સાથે જ ચારો તરફ એક્દમ ખુશીનું વાતાવરણ છવાઈ જાય છે. બજારોની રોનક પણ બદલાઈ જાય છે. જ્યાં જુવો ત્યાં દાંડિયા અને નવરાત્રિના ડ્રેસ- ચણિયાચોળી જ નજરમાં આવે છે અને લોકો પણ એકાદ મહિના પહેલાથી જ તેની ખરીદી કરવાની શરૂઆત કરી દે છે. આ સમયે બજારમાં એટલી બધી ભીડ જામી જાય છે કે જાણે કોઇ મેળાવડો હોય તેવું લાગે છે.

ગુજરાતની નવરાત્રીનો તહેવાર જેવો તહેવાર આખી દુનિયામાં બીજો કોઇ જ નથી. યુવાનો તો જાણે એકદમ મસ્ત બનીને બધું જ ભુલીને ગરબે ઘુમે છે. તેમાંય વળી જો કોઇ ગુજરાતી ગુજરાતની બહાર ક્યાંય રહેતો હોય તો તે ચોક્કસપણે નવરાત્રીના સમયે ગુજરાત અચુકપણે આવવાનું પસંદ કરે છે. હા, જેઓ ભારત બહાર રહે છે તેમના માટે ગુજરાત આવવાનું શક્ય નથી બનતું.

ગુજરાતીઓએ આખી દુનિયામાં ગરબા દ્વારા તેમની આગવી છાપ ઊભી કરી છે. આજે દુનિયામાં કદાચ કોઇ જ વ્યક્તિ એવી હશે કે જે ગરબાથી અજાણ હશે. ગુજરાતે તેના ગરબાને કારણે ખુબ જ પ્રસિધ્ધિ મેળવી છે. હવે તો નવરાત્રીને જોવા માટે વેદેશીઓ પણ ગુજરાતમાં આવે છે અને ફક્ત એટલું જ નહી કે તેઓ ગરબા જોઈને ખુશ થાય છે અને મન મુકીને ગરબા ગાય પણ છે. અને હા એવું નથી કે તેઓ સાદા પોશાકમાં જ ગરબા ગાય છે તેઓ પણ ટ્રેડીશનલ પોશાક પહેરીને ગરબે ઝુમે છે.
webdunia
W.DW.D

આજે ગરબાં ફક્ત ગુજરાત પુરતાં જ સિમિત નથી રહ્યાં, દુનિયાના ખુણે ખુણે ગરબાં થાય છે પરંતુ ગુજરાત જેવી મજા બીજે ક્યાંય આવે ખરી? અને તેમાંય વળી હવે તો મોટા મોટા ગાયકો અને સીને-કલાકારો પણ ગુજરાતમાં નવરાત્રિ માટે આવે છે પછી તો ભાઈ ગુજરાત બહાર નવરાત્રી કરવાનું મન થાય ખરુ? જ્યાં એક ગુજરાતી વસતો હોય ત્યાં તે ગુજરાત બનાવી દે છે. તો અહીં પણ કંઈ આવું જ છે.

હવે તો ગરબાના ગાયક કલાકારો નવરાત્રી માટે દેશની બહાર પણ જાય છે. અને ત્યાં જઈને પણ લોકોને પોતાના ગરબા અને રીધમને તાલે નચાવે છે. અને બધાં જ મન મુકીને ગરબે ઘુમે છે.

નવરાત્રી ફક્ત યુવાનોનો જ નહી પરંતુ બાળકોનો અને વયસ્કોનો પણ ખુબ જ પ્રિય તહેવાર છે. કદાચ આ એક જ એવો તહેવાર છે કે જેમાં મસ્તીની સાથે સાથે બધા ખુબ જ મજા લુટાવે છે. આ દિવસોમાં નાના-મોટા સહું બધી ચિંતાઓથી મુક્ત થઈને ગરબે ઘુમે છે.
webdunia
PRP.R

નવરાત્રી જો કોઇનો ખાસ તહેવાર હોય તો તે છે યુવાનો. યુવાનો તો ખબર નહી ક્યારનાએ નવરાત્રીની રાહ જોતા હશે. એક મહિના પહેલાં જ આની તૈયારીઓ શરૂ કરી દે છે. તો લો આવી પહોચી આ નવલી નવરાત્રી.તો હવે કોની રાહ જોઈ રહ્યાં છો થઈ જાઓ ગરબે ઘુમવા માટે તૈયાર. જાતજાતના પોશાકો અને રંગબેરંગી વસ્ત્રો પહેરીને ગરબે ઘુમવા માટે તૈયાર થઈ જાઓ.

Share this Story:

Follow Webdunia gujarati