Biodata Maker

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી સ્પેશલ રેસીપી- મૈસુર પાક

દિવાળી સ્પેશલ રેસીપી
, બુધવાર, 8 ઑક્ટોબર 2025 (19:43 IST)
Mysore pak recipe- મૈસુર પાક બનાવવાની રીત

સામગ્રી - 1 કપ બેસન, 2 કપ ઘી, 2 કપ ખાંડ, 1 કપ પાણી. 
બનાવવાની રીત - બેસનને ચાળીને જુદુ મુકો. પાણી અને ખાંડને ગરમ કરી ઓગળવા દો. જ્યારે એક તારની ચાસણી બની જાય તો તેમા એક કપ ઘી નાખી દો. હવે ધીમો તાપ કરીને ધીરે ધીરે ચાસણીમાં બેસન મિક્સ કરો અને સતત હલાવતા રહો જેથી ગાંઠ ન પડે. 
 
જ્યારે બેસન થોડુ ફુલી જાય ત્યારે અને તેનો રંગ બદલાય ત્યારે તેમા બચેલુ ઘી નાખીને મિક્સ કરો.  ઘી થોડુ થોડુ કરીને નાખતા જજો.  બધુ ઘી મિક્સ થઈ જાય કે બેસન સતત હલાવો. 
 
જ્યારે બેસનમાં જાળી જાળી દેખાવવા માંડે તો મૈસૂર પાક તૈયાર થઈ ગયો છે સમજો. કોઈ પણ ટ્રેમાં ઘી લગાવીને ચિકણી કરી લો. પછી બેસનનું મિશ્રણ નાખીને ફેલાવી દો. જ્યારે મિશ્રણ ઠંડુ થઈ જાય ત્યારે ટુકડામાં કાપી લો.  
 
જ્યારે મૈસૂર પાક ઠંડો થઈ જાય ત્યારે તેને ડબ્બામાં ભરી લો. આ મૈસૂર પાક 15-20 દિવસ સુધી સારો રહે છે. 


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Karwa Chauth Gift: કરવા ચોથ પર પત્નીને આ ગિફ્ટ આપીને કરો ખુશ