ભારતીય લોકકલાની પરંપરામાં રંગોળીનો ઇતિહાસ તેને પાંચ હજાર વર્ષ પાછળ લઈ જાય છે. પાછલાં હજારો વર્ષોથી ભારતીય ગૃહિણીઓ તહેવારો અને માંગલીક પ્રસંગો પર શુભ પ્રતિક માનવામાં આવતી અને દેવતાઓની પ્રાર્થનાના રૂપમાં રંગોળી સજાવે છે. ઘરના દરવાજાથી લઈને આંગણા સુધી સુંદર રંગોના માધ્યમથી રંગોળી પુરવામાં આવે છે. ઉત્તરથી દક્ષિણ અને પૂર્વથી પશ્ચીમ સુધી કદાચ કોઇ ભાગ્યેજ કોઇ ખુણો આ પરંપરાથી વંચિત રહેલ હશે. સમય અને કાળના અનુસાર આના નામ વગેરેમાં પરિવર્તન તો થયું છે, પરંતુ આનું મુળ આજે પણ એમનું એમ જ છે. રંગોળીની ડિઝાઈન ખાસ કરીને પ્રકૃતિ પાસેથી લેવામાં આવે છે. આની અંદર પોપટ, હંસ, કેરી, ફૂલ, પાંદડા વગેરે જેવી ડિઝાઈન દોરવામાં આવે છે. ભારતના અલગ અલગ ભાગોમાં અલગ અલગ રીતે રંગોળી પુરવામાં આવે છે.
પશ્ચિમ ભારત (મહારાષ્ટ્ર, ગુજરાત, રાજસ્થાન)ના રંગોળીની વિશેષતા પૂર્વ ભારત (બંગાળ, ઓરીસ્સા, હિમાચલ પ્રદેશ)ની રંગોળીથી ઘણી રીતે અલગ છે. પૂર્વ ભારતમાં આને અલ્પના નામથી શણગારવામાં આવે છે જેમાં ચોખા અને બીજા અનાજના લોટનો પણ ઉપયોગ કરવામાં આવે છે. દક્ષિણ ભારતના તમિલનાડુ, કર્ણાટક તેમજ કેરલમાં પ્રચલિત રંગોળી કોલમના નામે ઓળખાય છે.
આજકાલ રંગોળીના રંગોની અંદર સિંથેટીક રંગોનો પણ ઉપયોગ કરવામાં આવે છે. આનાથી રંગોળીની ચમક વધી જાય છે. ઘણાં કલાકારો ફક્ત કિનારાઓ પર ત્રિ-આયામી ચિત્રાંકન કરે છે જ્યારે કે કેટલાક અનાજ અને દાણાઓના સહારે આખી રંગોળી પુરી કરે છે.