મોટાં મોટાં અવાજોવાળા ફટાકડાં ફોડીને ખુશ થનારા લોકો તે વિચારી પણ નથી શકતા કે આ ધ્વનિ પ્રદૂષણના પરિણામ કેટલા ઘાતક હોઈ શકે છે. આ ધ્વનિ પ્રદૂષણ જો શ્રવણ ક્ષમતાથી વધુ હોય તો કાનના પર્દાને નુકશાન પહોંચી શકે છે. ફટાકડા ફોડતી વખતે હાથમાં ફટાકડાં ફૂટી જવાને કારણે કેટલાંય લોકો પોતાનો જીવ ગુમાવે છે અને દિવાળીનું અજવાળુ અંધારામાં ફેરવાય જાય છે. જો કે હવે લોકોને પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત કરવાનાં પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ આવા પ્રયત્નો નાના પાયેથી થવા જોઈએ, જેવી કે સ્કુલ, ઘર વગેરેથી થવા જોઈએ. વિવિધ ધર્મગુરૂઓ પણ જો આ અંગે આદેશ કે ઉપદેશ આપે તો ઘણી જાગૃતતા આવી જશે.
મોટાં તો માની જશે પણ નાનાને કેવી રીતે સમજાવવા, તેઓ તો ફટાકડા ફોડ્યા સિવાય માનવાના જ નથી. પણ સાવધાની તો રાખી જ શકે છે. તો આવો જાણો કે ફટાકડાં ફોડતી વખતે શું સાવધાની રાખશો.
* ફટાકડાં ફોડતી વખતે સુતરાઉ કપડાં જ પહેરો. પગમાં ચપ્પલ, બની શકે ત્યાં સુધી શુજ પહેરો જેથી કરીને ગરમ કે અડધાં બળેલા ફટાંકડાં પર પગ પડે તો પગ ન બળે.
* બાળકોને ફટાકડાં ખિસ્સામાં ભરીને ન ફરવા દો. ફટાકડાંના બોક્સને ગરમી ઉત્પન્ન કરતી વસ્તુઓ જેવી કે ટીવી, મોબાઈલ, ફ્રિજ વગેરે પાસે ન મૂકતા. આનાથી વિસ્ફોટ થવાની શક્યતા રહે છે.
* બાળકોને અડધાં ફૂટેલા ફટાકડા વીણવાની મંજૂરી ન આપતા.
* બોમ્બને હાથમાં લઈને ફોડવાની ભૂલ ન કરતાં, અને ન તો તેનો કાગળ કાઢીને તેની દિવેટને કાઢવાની કોશિશ કરતા.
* તારામંડળ લઈને હાથમાં વધુ ફેરવતા નહી, આની નાનકડી ચિનગારી કદી બાળકની આંખમાં કે કોઈ ઈલેક્ટ્રીક વસ્તુ પર પડી જશે તો મોટી દુર્ધટના બની શકે છે.
* ફટાકડાંનો મોટો અવાજ કરવા આને કોઈ ડબ્બામાં કે માટલામાં ન ફોડતા, ઘમાકાની સાથે આના ઉડતાં ટુકડાં કોઈને ઘાયલ કરી શકે છે.
* રોકેટ સળગાવતી વખતે તેનું મોઢું ઉપરની તરફ જ રાખો નહી તો આ સૌથી ખતરનાક ફટાકડાંથી સૌથી વધુ નુકશાન થાય છે.
* ફટાકડાં ફોડવાનો વધુ આનંદ લેવો હોય તો કોલોની કે મોહલ્લાના લોકોએ પોતાનો એક સમૂહ બનાવી, એક સાથે એક ખુલ્લા મેદાનમાં ફટાકડાં ફોડવા જોઈએ, આને કારણે તમે ઓછા ફટાકડાંથી વધુ આનંદ મેળવી શકો છો.
* જતાં આવતા વાહનો પર ફટાકડાં ન ફેંકતા. નિર્દોષ જાનવરોની પૂંછડી પર પણ ફટાકડાં ન બાંધતા, મસ્તીમાં કરવામાં આવેલી આ હરકત ખતરનાક સાબિત થઈ શકે છે.
* જ્યારે પણ ફટાકડાં ફોડો ત્યારે એકાદ બે ડોલ ભરીને પાણી અવશ્ય પાસે લઈને મૂકો.
બસ, તો આ વર્ષે ફટાકડાંની મજા લઈને આપણા પર્યાવરણ અને બધા લોકો પ્રત્યે સાવધાની રાખીને દીવાળીની બમણી ખુશી મનાવો.