સામગ્રી - મઠની દાળ 1 કિલો, અડદની દાળ 250 ગ્રામ, 200 ગ્રામ ખાંડ, થોડુ મીઠુ, અજમો બે ચમચી. હિંગ, તળવા માટે તેલ.
વિધિ - બંને દાળને અગાઉથી જ અજમો અને હીંગ અને તલ નાખીને દળાવી લો. એજ તપેલીમાં પાણી ગરમ કરી તેમાં ખાંડ અને મીઠુ નાખો જેથી ખાંડ ઓગળી જાય. હવે તેને ઠંડુ થવા દો. હવે લોટને આ પાણીથી કઠણ બાંધી લો. આ લોટને ત્યાં સુધી ખાંડો જ્યાં સુધી તે નરમ ન પડે. આ લોટની એક સરખા લુઆં બનાવી થોડાં જાડા અને પૂરી જેટલી સાઈઝમાં વણી લો. હવે આને તેલમાં તળી લો. લો તૈયાર છે સ્વાદિષ્ટ મઠિયાં.