સામગ્રી - લોટ બાંધવા માટે - 500 ગ્રામ મેદો, મોણ માટે ઘી કે તેલ, ભરાવન માટે - 250 ગ્રામ રવો, 250 ગ્રામ માવો, 500 ગ્રામ દળેલી ખાંડ, ઈલાયચી 10 ગ્રામ, કાજુ-બદામ-કિશમિશનુ મિશ્રણ 50 ગ્રામ. તળવા માટે ઘી.
વિધિ - સૌ પ્રથમ રવાને બે ચમચી ઘી માં સેકી લો. માવાને કોરો જ સેકી લો. માવો છુટો પડે કે ઉતારી લો. હવે આ બંને મિશ્રણ ઠંડા થાય કે તેમને મિક્સ કરો અને તેમાં દળેલી ખાંડ અને સુકો મેવો નાખો. ઈલાયચીને છોલી બારીક વાટી લો અને આ મિશ્રણમાં નાખો.
મેંદાને ચાળીને એક બે પળી ઘી નાખીને સારી રીતે મિક્સ કરો અને તેનો મુલાયમ લોટ બાંધી લો. હવે એક વાડકી ચોખાના લોટમાં લોટ ઘટ્ટ ખીરાં જેવો થાય તેટલું ઘી નાખો. હવે મેંદાનો એક મોટો લુઓ લો. તેની મોટી રોટલી વણો તેમાં વેલણના કિનાર વડે ઠોકીને આખી રોટલી પર ખાંડા પાડો. હવે આ રોટલી પર ચોખાના ઘી વાળા લોટને હાથ વડે સારી રીતે ચોપડો(આ રીતે કરવાથી ઘૂઘરા કુરકુરા બને છે).
હવે આનો રોલ બનાવી તેના ભાખરવડી સાઈઝના લૂઆ કાપી લો. આ રીતે બધા લોટના લૂઆ તૈયાર કરો. આ લૂઆને વણીને મોટી પૂરી વણો. આ પૂરીને ઘૂઘરાના સાંચામાં થોડો મેદો લગાવી પાથરો, અને તેમાં ભરાવન બે ચમચી ભરો. સાંચાની કિનોરીને દૂધ લગાવી બંધ કરો. જેથી પૂરી ચોંટી જશે. સાંચા બહારની વધારાની પૂરીને કાઢી નાખો. આ રીતે બધા ઘૂઘરા બનાવો, અને તેને ઘી માં તળી લો.