Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ગુજરાતી નમકીન - ભાખરવડી

ગુજરાતી નમકીન - ભાખરવડી

કલ્યાણી દેશમુખ

W.DW.D

સામગ્રી - 1 મોટી ચમચી મકાઈનો લોટ, 2 વાડકી બેસન, 1/2 વાડકી રવો. ભરાવન માટે સામગ્રી - 1 ક્પ નારિયેલનું છીણ, 1/2 કપ સેકેલા તલ, 4-5 લીલાં મરચાં, 1 ટુકદો આદુ, 50 ગ્રામ લસણ, લીલાં ધાણા, 2 ચમચી ખસખસ, ગરમ મસાલો,મીઠુ સ્વાદ મુજબ, તળવા માટે તેલ.

વિધિ - સૌ પહેલાં બેસનમાં મકાઈનો લોટ, રવો, મીઠુ નાખીને ગરમ પાણીથી લોટ બાંધી લો. અને 10 મિનિટ સુધી કપડાંથી ઢાંકી મુકો.

ભરાવન માટે મસાલો - સૌ પહેલા કડાહીમાં થોડુંક તેલ ગરમ કરી, તેમા મરચા, લસણ અને આદુનું પેસ્ટ નાખો, બે મિનિટ સુધી ધીમા ગેસ પર હલાવતા રહો. તેમા ખોપરું, ખસખસ, તલ, અને મીઠું તેમજ ગરમ મસાલો નાખી સારી રીતે મિક્સ કરો. પાંચ મિનિટ પછી ઉતારી તેને ઠંડુ કરો. હવે આમાં સમારેલાં ધાણા નાખી દો.

બાંધેલા લોટાના મોટા લૂઆ બનાવી તેને રોટલી વણો. આ રોટલી પર ભરાવનની એક પરત બનાવો. હવે આનો ગોલ રોલ બનાવતા જાવ અને દબાવતા જાવ. તેના કાપાં પાડી સારી રીતે ગરમ થયેલાં તેલમાં હાથ વડે દબાવીને તળી લો.

Share this Story:

Follow Webdunia gujarati