કેવી રહેશે સુપરસ્ટારોની દિવાળી ?
આખાં વર્ષ દરમિયાન પોતાની પ્રસિધ્ધિ અને ગ્લેમરના માધ્યમથી લોકોને લલચાવનારા સિને-કલાકારોને માટે વાર-તહેવારનું એટલું જ મહત્વ હોય છે, જેટલું એક સામાન્ય ભારતીયને હોય છે. તહેવારોને દૂર શૂંટિગ સ્થળ પર કોઈ પણ કલાકાર મનાવવા નથી માંગતા અને આ જ કારણ હોય છે કે દિવાળીનો તહેવાર નજીક આવતાં જ પ્રત્યેક કલાકાર દિવાળીનો કાર્યક્રમ એ રીતે બનાવે છે કે દિવાળી ઘરે જ મનાવી શકાય. કેટલાય કલાકારો દિવાળી પર પોતાના પરિવારને લઈને બહાર ફરવા નીકળી જાય છે, જ્યારેકે મોટાભાગના કલાકારો દિવાળી ઘરે જ મનાવે છે. આ વર્ષે આ લોકો માટે દિવાળી હશે ખાસ -
બચ્ચન પરિવાર - અમિતાભ બચ્ચન ધાર્મિક પ્રવૃત્તિના વ્યક્તિ છે. અને બધા તહેવારોને માને છે. પુત્ર અભિષેક બચ્ચનના લગ્ન પછી પુત્રવધુ એશ્વર્યાની સાસરીમાં આ પહેલી દિવાળી છે. સંપૂર્ણ બચ્ચન પરિવારે આ વાતનો ખ્યાલ રાખ્યો છે કે દિવાળી સારી રીતે મનાવાય અને પરિવારના બધા સદસ્યો એકસાથે મળીને દિવાળી મનાવે. જો કે અમિતાભ બચ્ચન આ વખતે દિવાળી સાદાઈથી મનાવવા માંગે છે કારણકે તેમના મમ્મી તેજી બચ્ચન બીમાર છે. બચ્ચન પરિવારની પૂત્રવધુ એશ્વર્યા કરવા ચોથ પહેલાં જ પોતાની હોલીવુડ ફિલ્મનું શૂંટિંગ છોડીને મુંબઈ પાછી આવી ગઈ છે. એ તો સ્વાભાવિક જ છે કે દરેક મહિલા માટે સાસરિયામાં પહેલી દિવાળીનું બહુ મહત્વ હોય છે અને દરેક મહિલાના મનમાં આ માટે અનેરો ઉત્સાહ હોય છે તે પછી સામાન્ય મહિલા હોય કે કોઈ અભિનેત્રી. જયા બચ્ચન પણ પોતાની વહુને માટે વિશેષ તૈયારીઓ કરી રહી છે અને જેમાં તેમની પુત્રી શ્વેતાએ ભરપૂર મદદ કરી છે.
શાહરૂખ અને ગૌરી - શાહરૂખને માટે આ વર્ષની દિવાળી જરા વધુ મહત્વપૂર્ણ છે. કારણ કે તેમની ફિલ્મ 'ઓમ શાંતિ ઓમ' રિલીજ થઈ રહી છે. આમ તો શાહરૂખના ઘરે ઈદ પણ ખૂબ ઉત્સાહથી મનાવવામાં આવે છે. અને દિવાળી પણ તેઓ મનાવે છે. શાહરૂખની 'ચક દે ઈંડિયા' હિટ થઈ ચૂકી છે. આથી તેમને આ દિવાળી જોર-શોરથી મનાવવાનો હક પણ છે.
કપૂર પરિવાર - બંને કપૂર પરિવાર ઋષિ કપૂર અને અનિલ કપૂરના માટે આ વર્ષની દિવાળી જીવનભર યાદ રહેશે. ઋષિના પુત્ર રનબીર કપૂર અને અનિલ કપૂરની પુત્રી સોનમ કપૂર સંજય લીલા ભંસાલીની ફિલ્મ 'સાઁવરિયા' દ્વારા બોલીવુડમાં પ્રવેશ કરી રહ્યા છે. ફિલ્મ દિવાળીના દિવસે જ રજૂ થશે. આ કારણે જ કપૂર પરિવાર માટે આ દિવાળી મહત્વપૂર્ણ રહેશે. રિતિક રોશન - રોશન પરિવારને માટે આ દિવાળી ખુશીયોની ભેટ લઈને આવી છે. કારણકે રિતિક ફરી પિતા બન્યા છે. અને દાદા રાકેશ રોશન ખૂબ ખુશ છે. રાકેશ રોશન પોતાની આગલી ફિલ્મ ક્રેજી-4ના શૂંટિગમાં વ્યસ્ત છે. અને રિતિક રોશન પોતાની આવનારી ફિલ્મ જોધા-અકબરને લઈને આશાની દોર પકડી રાખી છે.
રિતેશ દેશમુખ-આ વર્ષે નિશ્ચિત રૂપથી રિતેશને માટે ખૂબ સારું રહ્યુ અને આ વર્ષે રિલીજ થયેલી તેમની ફિલ્મ 'હે બેબી' ની સફળતાને કારણે તેઓ ખૂબ ખુશ પણ છે. આમ તો રિતેશ મહારાષ્ટ્રમાં પોતાના પુશ્તેની ગામમાં જઈને દિવાળી મનાવવામાં વધુ ખુશી મળે છે. કંગના રાનાવત - કંગનાને પોતાના પરિવાર સાથે દિવાળી મનાવવાનું વધુ ગમે છે. આ વર્ષે કંગના પોતાના પરિવાર સાથે ફિલ્મ બનાવશે કારણકે ગયા વર્ષે તેમની બહેન દિવાળીના સમયે બીમાર હતી.
પ્રિયંકા ચોપડા - પ્રિયંકાને માટે પાછલી દિવાળી બહુ સારી રહી હતી. કારણકે ગયા વર્ષે તેમની ફિલ્મ ડોન રિલીજ થઈ હતી, આ વર્ષે પ્રિયંકા જોરશોરથી દિવાળી મનાવી રહી છે કારણકે તે આ વખતે સારી ફિલ્મો કરી રહી છે તે ઉપરાંત તે ધણી જાહેરાતોમાં પણ જોવા મળશે.
જોન અબ્રાહમ અને બિપાશા બાસુ - જોન અબ્રાહમ પોતાની ફિલ્મ 'ગોલ'ને લઈને ઘણી આશાઓ બાંધીને બેસ્યા છે. ત્યાંજ બિપાશા બાસુને પારંપારિક રૂપથી દિવાળી મનાવવી વધુ ગમે છે. બિપાશાના આંતરરાષ્ટ્રીય પ્રોજેક્ટસમાં લઈ જવાની ઘોષણા થવાના કારણે આ વર્ષે બિપાશા બમણી ખુશીની સાથે દિવાળી મનાવશે.