Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બચાવો પોતાને અને પર્યાવરણને

સાવધાનીથી કરો આતિશબાજી

બચાવો પોતાને અને પર્યાવરણને
W.D
દીવાળીના તહેવારને લઈને દરેકના મનમાં હર્ષોલ્લાસ હોય છે. દરેક વ્યક્તિ લક્ષ્મીની આરાધના કરી તેમની પ્રાપ્તિ માટે પ્રાર્થના કરે છે. આ તહેવારના ઉમંગ સાથે જ આવે છે ફટાકડા ફોડવાનો અનેરો ઉત્સાહ. પણ અતિ ઉત્સાહમાં લોકો એ ભૂલી જાય છે ફટાકડાની ઝગમગાહટ એક બાજુ તો આપણાં મનને આનંદથી ભરી દે છે તો બીજી બાજુ આનાથી થનારું નુકશાન ખુશીથી બમણુ થઈ જાય છે.

webdunia
W.D
તમને કદી વિચાર નથી આવતો કે જે લક્ષ્મીને મેળવવા આપણે તેમની આરાધના કરીએ છીએ તે જ લક્ષ્મીના કરોડો રૂપિયાના ફટાકડાં લાવી ક્ષણમાં તેને બાળી નાખીએ છીએ ! ફક્ત ખુશી દર્શાવવા કે લોકોની સામે પોતાના ઠાઠ બતાવવા આટલાં બધા ફટાકડા ફોડવાની જરૂર નથી. નાના નાના તારામંડળ અને પ્રકાશ આપનારા નાના નાના ફટાકડાં પણ મનમાં ઉમંગ પેદા કરે છે. વૈભવ પ્રદર્શન અને એકબીજાની હરીફાઈમાં જેટલા ધનને બરબાદ કરવામાં આવે છે તે જ ધનને જો કોઈ વિકાસના કામમાં લગાવવામાં આવે તો કેટલાયની જીંદગી સુધરી જાય.

આર્થિક બાબતની સાથે સાથે ફટાકડાથી પર્યાવરણને નુકશાન પણ થાય છે. ફટાકડાંમાંથી નીકળતો ઝેરીલો ધુમાડો આખું વાતાવરણ પ્રદૂષિત કરી નાખે છે. આ ધુમાડો શ્વસન દ્વારા અમારા ફેંફડામાં જામીને અમને બીમાર કરે છે. ફટાકડાંને કારણે કેટલાય મૂંગા જાનવરો મરી જાય છે.

webdunia
W.D
મોટાં મોટાં અવાજોવાળા ફટાકડાં ફોડીને ખુશ થનારા લોકો તે વિચારી પણ નથી શકતા કે આ ધ્વનિ પ્રદૂષણના પરિણામ કેટલા ઘાતક હોઈ શકે છે. આ ધ્વનિ પ્રદૂષણ જો શ્રવણ ક્ષમતાથી વધુ હોય તો કાનના પર્દાને નુકશાન પહોંચી શકે છે. ફટાકડા ફોડતી વખતે હાથમાં ફટાકડાં ફૂટી જવાને કારણે કેટલાંય લોકો પોતાનો જીવ ગુમાવે છે અને દિવાળીનું અજવાળુ અંધારામાં ફેરવાય જાય છે.

જો કે હવે લોકોને પર્યાવરણ અને સ્વાસ્થ્ય પ્રતિ જાગૃત કરવાનાં પ્રયાસો થઈ રહ્યા છે. પરંતુ આવા પ્રયત્નો નાના પાયેથી થવા જોઈએ, જેવી કે સ્કુલ, ઘર વગેરેથી થવા જોઈએ. વિવિધ ધર્મગુરૂઓ પણ જો આ અંગે આદેશ કે ઉપદેશ આપે તો ઘણી જાગૃતતા આવી જશે.

webdunia
W.D
મોટાં તો માની જશે પણ નાનાને કેવી રીતે સમજાવવા, તેઓ તો ફટાકડા ફોડ્યા સિવાય માનવાના જ નથી. પણ સાવધાની તો રાખી જ શકે છે. તો આવો જાણો કે ફટાકડાં ફોડતી વખતે શું સાવધાની રાખશો.

* ફટાકડાં ફોડતી વખતે સુતરાઉ કપડાં જ પહેરો. પગમાં ચપ્પલ, બની શકે ત્યાં સુધી શુજ પહેરો જેથી કરીને ગરમ કે અડધાં બળેલા ફટાંકડાં પર પગ પડે તો પગ ન બળે.

* બાળકોને ફટાકડાં ખિસ્સામાં ભરીને ન ફરવા દો. ફટાકડાંના બોક્સને ગરમી ઉત્પન્ન કરતી વસ્તુઓ જેવી કે ટીવી, મોબાઈલ, ફ્રિજ વગેરે પાસે ન મૂકતા. આનાથી વિસ્ફોટ થવાની શક્યતા રહે છે.

* બાળકોને અડધાં ફૂટેલા ફટાકડા વીણવાની મંજૂરી ન આપતા.

* બોમ્બને હાથમાં લઈને ફોડવાની ભૂલ ન કરતાં, અને ન તો તેનો કાગળ કાઢીને તેની દિવેટને કાઢવાની કોશિશ કરતા.

* તારામંડળ લઈને હાથમાં વધુ ફેરવતા નહી, આની નાનકડી ચિનગારી કદી બાળકની આંખમાં કે કોઈ ઈલેક્ટ્રીક વસ્તુ પર પડી જશે તો મોટી દુર્ધટના બની શકે છે.

* ફટાકડાંનો મોટો અવાજ કરવા આને કોઈ ડબ્બામાં કે માટલામાં ન ફોડતા, ઘમાકાની સાથે આના ઉડતાં ટુકડાં કોઈને ઘાયલ કરી શકે છે.

* રોકેટ સળગાવતી વખતે તેનું મોઢું ઉપરની તરફ જ રાખો નહી તો આ સૌથી ખતરનાક ફટાકડાંથી સૌથી વધુ નુકશાન થાય છે.

* ફટાકડાં ફોડવાનો વધુ આનંદ લેવો હોય તો કોલોની કે મોહલ્લાના લોકોએ પોતાનો એક સમૂહ બનાવી, એક સાથે એક ખુલ્લા મેદાનમાં ફટાકડાં ફોડવા જોઈએ, આને કારણે તમે ઓછા ફટાકડાંથી વધુ આનંદ મેળવી શકો છો.

* જતાં આવતા વાહનો પર ફટાકડાં ન ફેંકતા. નિર્દોષ જાનવરોની પૂંછડી પર પણ ફટાકડાં ન બાંધતા, મસ્તીમાં કરવામાં આવેલી આ હરકત ખતરનાક સાબિત થઈ શકે છે.

* જ્યારે પણ ફટાકડાં ફોડો ત્યારે એકાદ બે ડોલ ભરીને પાણી અવશ્ય પાસે લઈને મૂકો.

બસ, તો આ વર્ષે ફટાકડાંની મજા લઈને આપણા પર્યાવરણ અને બધા લોકો પ્રત્યે સાવધાની રાખીને દીવાળીની બમણી ખુશી મનાવો.

Share this Story:

Follow Webdunia gujarati