Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટ્રેજેડી કિંગ દિલીપકુમાર

બર્થડે સ્પેશ્યલ

ટ્રેજેડી કિંગ દિલીપકુમાર
હિન્દી ફિલ્મ દુનિયાના અભિનય સમ્રાટ, ટ્રેજેડી કિંગ તરીકે જાણીતા દિલીપકુમાર ઉર્ફે યુસુફખાનનો ૧૧મી ડિસેમ્બરના રોજ જન્મદિવસ છે. દિલીપકુમાર એક જીવતીજાગતી શાળા જ કહેવાય. એમને જોઇને શાળામાં ભણતા વિધાર્થીઓ એક્ટિંગ કરવાનું શીખી જાય છે. એમની ફિલ્મો નવા કળાકારો માટે એજયુકેશન મટીરિયલ બની રહે છે. એમની ડાયલોગ ડિલિવરી એટલી કમાલની હોય છે કે એમની નજીક પહોંચવું પણ મુશ્કેલ હોય છે. 

તેઓ જયારે કશુંક બોલે છે ત્યારે એમના હોઠ પરથી શબ્દો નથી ફૂટતા, પરંતુ એમની ભાવના પ્રગટ થઇ જાય છે. આમ તો એમના શબ્દોથી વધારે એમની ખામોશી જ બોલતી દેખાય છે. એમને લોકો એકીટસે જોતા જ રહી જાય છે. તમને યાદ હશે કે ‘દીદાર’માં કવિરાજ દ્વારા પોતાની નાનપણની પ્રેમિકાને નિહાળતા રહેવું અને મુગલે-આઝમમાં સલીમનું અકબર તરફ જોવું, જયારે તેઓ અનારકલીને બેઇજજત કરે છે?

વિશ્લેષકોનું માનવું છે કે દિલીપકુમાર પોતાના દરેક સીન વખતે ફકત એક્ટિંગ નથી કરતા, પણ એમાં જીવે છે અને એમની એ જ સ્ટાઇલ દિલીપકુમારને બધાથી અલગ તારવે છે. એમના કોઇ પણ પરફોર્મન્સને ‘ફ્લેટ સીન’ કે ફિલ્મી હરકતો ન કહી શકાય.

દિલીપકુમાર અને દર્દનો સંગમ એટલો બધો પસંદ પડી ગયો હતો કે લોકો હંમેશાં એમને દુ:ખમાં ડૂબેલા પ્રેમી તરીકે જોવા માગતા હતા. એમના પરફોર્મન્સમાં એટલી સરચાઇ ઊડીને નજરે ચડતી હતી કે પુરુષોનાં મનને અને આંખોને પણ ભીંજવી દેવાની ક્ષમતા રાખે છે.

webdunia
 
IFM
શું એવો કોઇ માણસ છે જેનું દિલ એ વખતે રડી ન પડયું હોય જે વખતે ‘મશાલ’માં કૈલાસનાથ પોતાની મરવાની અણીએ રહેલી પત્નીને હોસ્પિટલે લઇ જવા માટે રસ્તા વરચે ઊભો રહી ઘાંટા પાડી પાડીને મદદ માટેની ભીખ માગી રહ્યો હતો.

જે જગ્યાએ આજે દિલીપકુમાર પહોંચ્યા છે ત્યાં સુધી પહોંચવા માટે એમનો સખત પરિશ્રમ અને ઇમાનદારીને પણ ઓછી ન આંકી શકાય. મને યાદ છે કે ‘કોહિનૂર’ના ગીત ‘મધુબન મેં રાધિકા નાચે રે'માં દિલીપકુમારને સિતાર વગાડતા દેખાડવાના હતા. એ દશ્ય માટે એમણે એટલીબધી રિહર્સલ કરી કે સિતાર વગાડવાની પ્રેક્ટિસ કરતી વખતે એમની આંગળીમાં ઉઝરડા પડી ગયા. એની જરૂર નહોતી. ફકત સિતાર વગાડવાની એક્ટિંગ કરીને દશ્ય શૂટ કરી શકાયું હોત. પરંતુ પરફેક્શનના આગ્રહી દિલીપકુમારને એ જરાય મંજૂર નહોતું.

તેમના વિશે મહાન સંગીતકાર નૌશાદે કહ્યું હતું કે, ‘એક તરફ દિલીપકુમારના પડદા પર હોઠ હલતા હતા, બીજી તરફ એમને સાંભળનારાની આંખો રડતી હતી. એમની એક્ટિંગ પથ્થરદિલને પણ પિગળાવી નાખતી હતી.’

{C}
webdunia
 
IFM
{C} દિલીપકુમારનું ઘણી બધી હિરોઇનો સાથે જોડવામાં આવતું હતું. જેમકે, કામિની કૌશલ, મધુબાલા, વૈજંતિમાલા વગેરે... પરંતુ તેઓ કોઇ સાથે જીવનભર સ્થાઇ ના થયા. જ્યારે તેઓ 44 વર્ષની ઉમર પર પહોચયા ત્યારે તેઓ લવલી યંગ સાઇરા બાનુંના ચકરમાં આવી ગયા અને તેની સાથે મેરેજ કરી લીધા હતા. તે સમયે સાઇરા બાનુંની ઉંમર તેનાથી અડધી હતી.

રામ ઓર શ્યામ પછી તેની કેરિયર ઢળતી નઝર આવી એટલે કે 70ના દાયકા પછી તેઓ હિરોની ભુમિકામાં ઓછા જોવા મળ્યા છે.

Share this Story:

Follow Webdunia gujarati