દિલ્હીમાં શનિવારે મૃત્યુ પામેલા નાગરિકોનાં પરિજનોને કેન્દ્ર અને દિલ્લી સરકાર આઠ લાખની આર્થિક મદદ કરશે.
વિસ્ફોટમાં માર્યા ગયેલાને દિલ્લી સરકાર ત્રણ લાખ, જ્યારે કેન્દ્ર સરકાર પાંચ લાખ રૂપિયા આપશે, તેવી જાહેરાત ગૃહમંત્રી શિવરાજ પાટીલ અને મુખ્યમંત્રી શીલા દીક્ષિતે કરી હતી.
જ્યારે ઘાયલ થયેલાઓને રૂ.50 હજારની મદદ કરવામાં આવશે. બ્લાસ્ટ બાદ શીલા દીક્ષિત, શિવરાજ પાટીલ અને સોનિયા ગાંધી ઘાયલોની ખબર અંતર પુછવા હોસ્પીટલની મુલાકાત લીધી હતી.