દિલ્હીમાં થયેલા સીરીયલ બ્લાસ્ટના પગલે અન્ય રાજ્યોએ તાત્કાલિક હાઈ એલર્ટ જાહેર કરી દીધો હતો. જેમાં ગુરતાત બાદ મુંબઈ, બિહાર અને મધ્યપદેશની સરકારે તાત્કાલિક ધોરણે રાજ્યમાં હાઈ એલર્ટ જાહેર કરી દીધો હતો.
બિહારના ડીઆઈજી અનિલ કુમાર સિન્હાએ જણાવ્યુ કે દિલ્હી બ્લાસ્ટના પગલે રાજ્ય પોલિસ મુખ્યાલયથી બધા જ જિલ્લાઓમાં એલર્ટ જાહેર કરી, પ્રમુખ સંસ્થાનોમાં ચોક્સાઈ વધારી દેવાના આદેશ આપી દેવામાં આવ્યા હતાં.તેમણે જણાવ્યુ કે સંવેદનશીલ વિસ્તારોમા, ધાર્મિક સ્થળો અને પ્રતિષ્ઠિત સંસ્થાનોમાં પોલિસ વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે.
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટના પગલે મધ્ય પ્રદેશની આર્થિક રાજધાની ઈન્દોરમાં પણ હાઈ એલર્ટ જાહેર કરી દેવયો હતો. આંતકવાદી સંગઠન ઈંડિયન મુઝાહીદ્દીનના મળેલા મેલથી પોલિસ જાગી ગઈ છે. એક સમયે ઈન્દોર અને તેની આસપાસના પ્રદેશોમાં આ સંગઠનની પ્રવૃત્તિઓ થતી હતી.સાથે સાથે દેશમાં થતી આંતકી ઘટનાના તાર આ શહેર સાથે જોડાયેલા રહ્યા છે.
પોલિસ સૂત્રોએ જણાવ્યુ કે શહેર બસ સ્ટેંડ, રેલવે સ્ટેશન અને હવાઈ મથકો પર એન્ટી બોમ્બ સ્કવોર્ડ દ્વારા સઘન તપાસ ચાલુ કરાઈ દેવાઈ છે.
ઉલ્લેખનીય છે કે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની જવાબદારી મીડિયા સંસ્થાનોને મેલ કરી આંતકવાદી સંગઠન ઈંડિયન મુઝાહુદ્દીને લીધી હતી.
જોકો ગુજરાત પોલિસે અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ પગલે કરેલા ખુલાસામાં કહ્યુ હતુ કે ઈંડિયન મુઝાહુદ્દિન બીજુ કઈ નહી પણ પ્રતિબંધીત સંગઠન સ્ટૂડેંટસ ઈસ્લામિક મૂવમેંટ ઓફ ઈંડિયા 'સીમી'નું જ એક રૂપ છે. આ સંગઠન જયપુર અને અમદાવાદ બ્લાસ્ટમાં થયેલા મેલથી તે ચર્ચામાં આવ્યુ હતું.