અમદાવાદ બાદ આજે દિલ્હીવાસીઓ માટે શનિવાર ગોઝારો બન્યો છે. ગત 26મી જુલાઇના શનિવારે અમદાવાદ ધણધણી ઉઠ્યું હતું. એના ઠીક દોઢ મહિના બાદ આજે 13મી તારીખનો શનિવારે દિલ્હીવાસીઓની ઉંઘ હરામ કરી દીધી છે.
અમદાવાદમાં થયેલા બ્લાસ્ટ અને આજના દિલ્હીમાં થયેલા બ્લાસ્ટમાં ઘણી સામ્યતા જોવા મળી રહી છે. અમદાવાદમાં પણ શનિવારનો દિવસ પસંદ કરાયો હતો. એજ રીતે અહીં પણ શનિવાર પસંદ કરાયો છે. સાથોસાથ ભીડવાળા વિસ્તાર તથા બજાર વિસ્તારને પસંદ કરવામાં આવ્યા છે. ચોંકવનારી વિગત તો એક છે કે, આ બંને બ્લાસ્ટ સાંજના સમયે કરવામાં આવ્યા છે કે જે સમયે મોટાભાગના લોકો નોકરી ધંધાના સ્થળે નીકળી પોતાના ઘરે જતા હોય કે અન્ય લોકો ખરીદી કરવા આવ્યા હોય.
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની વિગત
પહેલો ધમાકો કાર્નોલ પેલેસના ગોપાળદાસ બિલ્ડીંગમાં 6-10 કલાકે
બીજો ધમાકો કરૌલ બાગમાં 6-20 કલાકે ધમાકો થયો
ત્રીજો ધમાકો ગ્રેટર કૈલાસ-1માં 6-40માં થયો
અમદાવાદમાં પણ શનિવારે આજ રીતે સાંજે એક પછી એક 17 ધમાકા થયા હતા.
6-30 મણીનગર ચાર રસ્તા પાસે
6-30 રાયપુર ચકલામાં બે ધમાકા
6-30 બાપુનગર ડાયમંડ માર્કેટ
6-35 સારંગપુર ચકલા
6-35 મણીનગર બસ સ્ટેન્ડ
6-35 જવાહર ચોક
6-35 ઇસનપુર ગોવિંદવાડી
6-45 સારંગપુર સર્કલ
6-42 બાપુનગર ડાયમંડ માર્કેટ
6-45 નરોડા ગેલેક્સી સિનેમા
7-52 મણીનગર એલ.જી હોસ્પિટલ
7-52 સરખેજ જુહાપુરા રોડ
7-54 સિવિલ હોસ્પિટલ ટ્રોમા સેન્ટર
9-30 ગોતા-વડસર રોડ