નેતાઓએ ઘટનાને વખોડી
પ્રતિભા પાટિલ,પ્રકાશસિંહ બાદલ,તારિક અનવરનું મંતવ્ય
રાષ્ટ્રપતિ પ્રતિભા પાટિલે રાજધાનીમાં થયેલા સીરીયલ બ્લાસ્ટને અમાનવીય કૃત્ય ગણાવી દેશના નાગરિકોને શાંતિ જાળવવાનું કહ્યુ હતું.
રાષ્ટ્રપ્તિભવનથી પ્રાપ્ત માહિતી અનુસાર પાટિલે મૃત્યુ પામેલા લોકો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. અને ઘાયલ લોકો જલદી સ્વસ્થ થાય તેવી પ્રાર્થના કરી હતી.
પંજાબના મુખ્યમંત્રી પ્રકાશસિંહ બાદલે દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની નિંદા કરતા જણાવ્યુ હતુ કે આ રાષ્ટ્રવિરોધિઓનુ કારસ્તાન છે. ઉપરાંત પ્રકાશસિંહ બાદલે સમાજમાં દરેકા નાગરિકોને શાંતિ જાળવી રાખવાની સલાહા આપી હતી.
દિલ્હીમાં થયેલા બ્લાસ્ટની નિંદા કરતા એનસીપી પાર્ટીના મહાસચિવ તારિક અનવરે આ ઘટનાને આંતકવાદીઓની કાયરતાભરી હરકત ગણાવી છે. તેમજ દરેક સમુદાયના લોકોને શાંતિ જાળવવા વિનંતી કરી હતી.
તેમણે દેશના નાગરિકોને શાંતિ જાળવી આંતકવાદિઓના ઈરાદાને તોડવાની સલાહ આપી હતી.