દરેક બ્લાસ્ટનું મૂળ મુંબઈમાં નીકળી રહ્યું છે. અમદાવાદ બ્લાસ્ટ બાદ ઈન્ડીયન મુઝાહીદ્દીને એક ઈમેઈલ કર્યો હતો. તેવી રીતે દિલ્હી બ્લાસ્ટ બાદ પણ ઈમેઈલ કરવામાં આવ્યો છે. જેમાં બ્લાસ્ટની જવાબદારી સ્વીકારવામાં આવી છે.
આ ઈ મેઈલ મુંબઈનાં ચેમ્બુર વિસ્તારમાં કામરાન પાવર, 201-202,એટીક હાઉસ, 16 રોડ પરથી આવ્યો હતો. આ અંગે નાયબ મુખ્યમંત્રીએ માહિતી આપી હતી. જો કે આ અંગે તેમણે વધુ માહિતી આપી નહતી.
જ્યારે દિલ્હી પોલીસે ઈ મેઈલ અંગે જણાવ્યું હતું કે મેઈલમાં દિલ્હીમાં નવ બ્લાસ્ટ કરવાની વાત કરવામાં આવી છે. અને, તેનું હવે પછીનું ટારગેટ મુંબઈ છે. તો મુંબઈમાં ગણેશ ચતુર્થીનો તહેવાર આવતો હોવાથી મુંબઈ પોલીસ અને મહારાષ્ટ્ર પોલીસને એલર્ટ પર મુકી દેવામાં આવી છે.
આ વખતે પણ ઈ મેઈલ મુંબઈથી આવ્યો છે. જે સાબિત કરે છે કે આતંકીઓએ મુંબઈ શહેરને પોતાનો અડ્ડો બનાવી દીધો છે. અને, તે મુંબઈમાં ગમે ત્યારે કોઈ મોટી દુર્ઘટના કરી શકે છે. મુંબઈ એટીએસે મીરાં રોડ દરોડો પાડ્યો હતો. જે અંગે વધુ વિગતો મળી નથી.