બેંગલુર, અમદાવાદ અને હવે દિલ્હી.. એક પછી એક આંતકવાદી હુમલાઓથી દેશ ખળભળી ઉઠ્યો છે. જ્યારે બેંગલુરમાં બ્લાસ્ટ થયો હતો તેના બાદ બાદની ક્ષણોમાં જ આખા દેશમાં હાઈ એલર્ટ લાદી દેવાયો હતો. છતાં અમદાવાદમાં તેનાથી પણ વધારે સંખ્યામાં બ્લાસ્ટ થયા. અને હવે દેશની રાજધાની દિલ્હી પણ શ્રેણીબદ્ધ વિસ્ફોટોનો શિકાર બન્યો છે.
દિલ્હી આ પહેલા પણ આતંકવાદી હુમલાઓનો શિકાર બની ચુક્યું છે. આપણા રાષ્ટ્રની સંસદ જ જ્યારે સુરક્ષીત ના હોય ત્યા બીજી સુરક્ષાઓની વાત જ શુ કરવી. કહેવાય છે કે દિલ્હી પણ 'રેડ એલર્ટ'માં જ હતું. શું અર્થ આ રેડ એલર્ટનો ? શુ આ માત્ર એક શબ્દ જ છે? અને જો આની પ્રક્રિયાનો કોઈ મતલબ હોય તો તેનું પરિણામ શા માટે નથી દેખાતું ?
ખરેખર તો આ દેશના નાગરિકોને આવા પ્રકારનો ત્રાસવાદ જેલવાની આદત પડી ગઈ છે. ભ્રષ્ઠાચાર, જાતિવાદ, પ્રદેશવાદમાં ફાસાયેલા આ દેશમાં કોઈને પણ દેશ વિશે વિચારવાનો સમય નથી. ઘટના ઘટી ગયા બાદ દરેક પોતાના હાથ ઉચા કરી મુકે છે. જે દેશ સંસદ પર હુમલો કરનાર આરોપીઓને હજી સુધી ફાંસી પર લટકાવી શકી નથી, તે દેશ પાસે શુ આશા રાખવી?
આજ રીતે હુમલો વાઈટ હાઈસમાં કરવાની કોશિશ કરી હતી ત્યા એક આખા દેશને હતો ન હતો જેવો કરી મુક્યો હતો. આપણે તે ભલે ન કરી શકતા હોઈએ તો તેના અપરાધીને ફાંસીએ તો ચડાવી શકીએ. શુ એટલું પણ રાજનૈતિક પૌરુષત્વ આપણી પાસે નથી.
સાચીવાત તો એ છે કે આપણે વર્ષોથી સહિષ્ણુતાની આડમાં કાયરતા બતાવતા આવ્યા છીએ. રાષ્ટ્ર અંગે વિચારીને નિર્ણય લેવાનો સમય હવે આપણી પાસે નથી. નિર્ણય શુ લેવા, તેનો સીધો સંબંધ વોટ પર આધારિત છે.
અંગ્રેજીમાં એક કહેવત છે -' અ સ્ટિચ ઈન ટાઈમ, સેવ નાઈન' એટલે કે કપડામાં જો એક સિલાઈનો દોરો નિકળી જાય તો તેને સમયે સીવી લેવુ જોઈએ, નહિતર આગળ જઈને તેમાં નવ વખત સીલાઈ કરવી પડે છે. જો કઈ ખોટુ થતુ હોય તો તેને તત્કાળ જ ઉકેલ માટે પગલા ભરવા જોઈએ.
વ્યવસ્થા અને જવાબદાર વ્યકિઓ તો જાણે નવી વિપદાની રાહ તકતા બેઠા હશે. હવે તો આપણી રખેવાળી કરીએ.. તથા કોશિશ કરીએ કે તમામ વ્યક્તિગત કાર્યોની સાથે સાથે રાષ્ટ્રીય સ્વાભિમાન અને રાષ્ટ્રીય ચેતનાને હ્ર્દયમાં પ્રજ્વલિત રાખીએ. અને આપણી અને દેશની સુરક્ષા કરીએ.