Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આખરે શું છે આ વૉઈસ ઓવર પ્રોટોકોલ ટેકનિક?

આખરે શું છે આ વૉઈસ ઓવર પ્રોટોકોલ ટેકનિક?

વેબ દુનિયા

ઈન્દોર , શુક્રવાર, 19 સપ્ટેમ્બર 2008 (19:27 IST)
અમદાવાદ અને દિલ્હીમાં થયેલા બ્લાસ્ટ દરમિયન આતંકવાદીયોએ પોતના સંદેશાઓ મોકલવા માટે જે ટેકનિકનો ઉપયોગ કર્યો હતો તેને વૉઈસ ઓવર ઈંટરનેટ પ્રોટોકોલ ટેકનિક તરીકે ઓળખવામાં આવે છે, અને આ ટેકનોલોજીને લઈને આજકાલ સામાન્યજનમાં પણ ચર્ચાઓ થઈ રહી છે.

આખરે શું છે આ ટેકનીક... આવા જ મુંઝવતા અને આપણી જિજ્ઞાશાભર્યા પ્રશ્નોના જવાબો મેળવવા અમારા મુંબઈના પ્રતિનિધિ નરેન્દ્ર રાઠોડે કરી એક ખાસ મુલાકાત સની વાઘેલાની જે હાલમાં એટીએસના કમ્પ્યુટર એક્સપર્ટ છે.

પ્રશ્ન: આ વોઈસ ઓવર ઈંટરનેટ પ્રોટોકોલ ટેકનિક શું છે, તેમજ તેને કયા ઉપયોગમાં લાવી શકાય છે?

જવાબ: કેટલાક સોફ્ટવેર એવા છે જે આઈપી ટેલિફોનિકનો ઉપયોગ કરે છે. જેનાથી અહીથી કરાયેલ કોલ પહેલા યુએસ સર્વર પર જાય છે. અને ત્યાંથી તમે આપેલા નંબરથી કોલ લોકલ સર્વર પર આવે છે. પરંતુ આયપી ટેલિફોનિક સર્વરથી લોકલ સર્વર પર આવનાર કોલ માટે અહી એવી કોઈ સુરક્ષા વ્યવસ્થા નથી કે તમે તેની ઓળખ કરી શકો કે કોલ સાચા કે ખોટા નંબર પરથી આવ્યો હતો તેની પણ માહિતી મેળવી શકાય નહી.

ત્યારબાદ કોલનું જે પેકેટ હોય છે તેમાં ડેસ્ટિનેશન નંબર તપાસીને કોલને ડેસ્ટિનેશન નંબર પર રાઉટ કરવામાં આવે છે. ત્યારે આ સંભવ થઈ શકે છે કે આ તે જ નંબર હોય જેના પરથી કોલ કરાયો હતો. આ રીતે તે ખુબ જ સરળ પ્રક્રિયા છે જેમાં નાની મોટી 10-15 ડોલરની ક્રેડિટથી આ સેવાને ઉપયોગમાં લાવી શકાય છે.

તાજેતરમાં જ આપણી સરકારે આયપી ટેલિફોનિકને પરવાનગી આપી છે. જોકે હાલમાં તો 4-5 સર્વર જ છે જેનાથી ભારતને અનુમતિ આપવી શક્ય બની શકે છે, પરંતુ આ ટેકનીકનો ઉપયોગ વધાવાની સાથેસાથે તેના દુરઉપયોગની સંખ્યામાં પણ વધારો થશે.

પ્રશ્ન: તમારા કહેવા પ્રમાણે આ સોફ્ટવેર સામાન્ય રીતે ઉપલબ્ધ છે તો શું તેનો ઉપયોગ કોઈ પણ વ્યક્તિ કરી શકે, કે તેના માટે ખાસ આવડતની જરૂર હોય છે?

જવાબ: હાલમાં તો યુએસના માત્ર 4-5 પ્રદાતાઓ છે જે આ સેવાને ઉપલબ્ધ કરાવી શકે છે, અને ભારતના કેટલાક આ સેવાનો લાભ પણ લે છે. એટલે જ કોલ ટ્રેસ કરી શકાય છે. પરંતુ ભવિષ્યમાં 100 -200 પ્રદાતાઓ આ સેવાને ઉપલબ્ધ કરાવતા થઈ જશે તો આ કોલ્સને ટ્રેસ કરવા મુશ્કેલ થઈ જશે.

પ્રશ્ન: પાંચમો ટેરર મેલ ક્યાં અને કઈ રીતે પકડાયો?

જવાબ: જી-મેલ પર પાંચમો આવવાની સાથે તેની સઘન તપાસ શરૂ કરી દેવામાં આવી હતી. રાત્રે લગભગ 12 વાગ્યે ટાટા કમ્યુનિકેશનનો આઈપી ટ્રેસ કરી લેવામાં આવ્યો હતો. અને સબસ્ક્રાઈબલની જાણકારી મળતા જ સબસ્ક્રાઈબરને પણ ટ્રેસ કરી લેવામાં આવ્યો હતો. જે ખાલસા કોલેજની એક લેબથી મોકલાયેલો હતો. પરંતુ લેબની તપાસ કરતા જાણવા મળ્યુ હતું કે ત્યાં વાઈફાઈ સ્ટિસ્ટમ લાગેલી હતી જે કોઈ સુરક્ષા હેઠળ હતી નહી, જેનો ઉપયોગ કરીને આ મેલ મોકલવામાં આવ્યો હ્તો. આ તપાસમાં એક એ પણ વાત જાણવા મળી કે જેણે પણ આનો ઉપયોગ કર્યો છે, તેની પાસે અધિકારીક યોગ્યતા પણ હતી, જેનાથી તેણે ટ્રેસિંગ લૉગ પણ ડિલીટ કરી દીધું હતું.

પ્રશ્ન: શું સમગ્ર પ્રક્રિયા લેબમાં બેસીને જ કરવી શક્ય છે, અથવા જેની પાસે માહિતી હોય કે તે અધિકારીક કમ્પ્યુટર છે, અને તેનાથી રાઉટર સંચાલિત કરી શકાય છે?

જવાબ: તે પ્રશાસકના આઈડી અને પાસવર્ડ વગર જ કામમાં લેવાયુ હ્તું. પ્રશાસકને તો માત્ર ડિફોલ્ટ રૂપે જ સેટ કરાવામાં આવ્યો હતો.



Share this Story:

Follow Webdunia gujarati