Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Amla navami Katha 2023- સંતાન સુખ આપનારુ છે અક્ષય નવમી નું વ્રત, જાણો પૂજા વિધિ અને કથા

Amla navami Katha 2023- સંતાન સુખ આપનારુ છે  અક્ષય નવમી નું વ્રત, જાણો  પૂજા વિધિ અને કથા
, મંગળવાર, 21 નવેમ્બર 2023 (07:05 IST)
કાશી નગરમાં એક નિ:સંતાન ધર્માત્મા વૈશ્ય રહતો હતો. ધન વગેરે હોવા સિવાય પણ તે દુખી રહેતો હતો. એક દિવસ વૈશ્યની પત્નીથી એક પાડોશન બોલી જો તમે કોઈ બીજા છોકરાની બલી ભૈરવના નામથી ચઢાવશો તો તમેન પુત્ર થશે. આ વાત જ્યારે વૈશ્યને ખબર પડી તો તેને અસ્વીકાર કરી નાખી. પણ તેમની પત્ની અવસરની શોધમાં લાગી રહી. એક દિવસ એક કન્યાને તેને કુંવામાં ગિતાવીને ભેરો દેવતાના નામ પર બલિ આપી દીધી. આ હત્યાનો પરિણામ ઉલ્ટો થયું. 
 
લાભની જગ્યા તેને આખા શરીરમાં કોઢ થઈ ગયું અને છોકરીની પ્રેતાત્મા તેને સતાવવા લાગી. વૈશ્યના પૂછતા પર તેમની પત્ની બધી વાત જણાવી. તેના પર વૈશ્ય કહેવા લાગ્યું ગોવધ, બ્રાહ્મણ વધ અને બાળ વધ કરનાર માટે આ સંસારમાં ક્યાં જગ્યા નથી. તેથી તૂ ગંગા તટ પર જઈને ભગવાનનો ભજન કર અને ગંગામાં સ્નાન કર ત્યારે તૂ આ કષ્ટથી છુટકારો મેળવી શકે છે. વૈશ્યની પત્ની પશ્ચાતાપ કરવા લાગી અને રોગ મુક્ત થવા માટે મા ગંગાની શરણમાં ગઈ. ત્યારે ગંગાએ તેને કાર્તિક શુક્લ પક્ષની નવમી તિથિને આંવલાના ઝાડની પૂજા કરી આંમળાનો સેવન કરવાની સલાહ આપી. જે પર મહિલાએ ગંગા માતાના જણાવ્યા પ્રમાણે આતિથિને આમળા ઝાડનો પૂજન કરી આંમળા ગ્રહણ કર્યું હતું અને તે રોગમુક્ત થઈ ગઈ હતી. આ વ્રત અને પૂજનના અસરથી કેટલાક દિવસો પછી તેને સંતાનની પ્રાપ્તિ થઈ હતી. ત્યારેથી હિંદુઓ આ વ્રતને કરવાનો ચલન વધ્યું. ત્યારથી લઈને આજ સુધી આ પરંપરા ચાલી રહી છે.

આમળા નવમી પર પૂજાની વિધિ 
મહિલાઓ આમળા નવમીના દિવસે સ્નાન કરીને કોઈ આમળાના ઝાડની પાસે જવું. તેની આસપાસની સાફ-સફાઈ કરીને આમળા ઝાફની મૂળમાં શુદ્ધ જળ અર્પિ કરો. પછી તે મૂળમાં કાચું દૂધ નાખો. પૂજન સામગ્રીથી ઝાડની પૂજા કરવી અને તેનમા પર કાચું સૂતર કે મોલી આઠ પરિક્રમા કરતા લપેટવી. કેટલીક જગ્યા 108 
પરિક્રમા પણ કરાય છે. ત્યારબાદ પરિવાર અને સંતાનના સુખ-સમૃદ્ધિની કામના કરી ઝાડની નીચે બેસીને પરિવાર મિત્રો સાથે ભોજન કરાય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Vishnu Puja Vidhi: ભગવાન વિષ્ણુના વિશેષ આશીર્વાદ મેળવવા માટે આ રીતે કરો પૂજા, શુભ ફળ મળશે.