Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ધનવાન બનવા માટે આ રીતે કરો લક્ષ્મી પુજા

ધનવાન બનવા માટે આ રીતે કરો લક્ષ્મી પુજા
, મંગળવાર, 13 સપ્ટેમ્બર 2016 (10:06 IST)
આજકાલ દરેક વ્યકિત ધનવાન બનવા ઇચ્છે છે. તે માટે દરેક વ્યકિત તનતોડ મહેનત કરે છે. ઘણી વ્યકિત પુષ્કળ મહેનત કરે છે છતાં તેને તેની મજૂરી પણ માંડ માંડ મળે છે. જ્યારે કેટલીક વ્યકિત હાથપગ પણ ન હલાવે તો પણ તેમને ત્યાં ધનના ઢગલા થતા હોય છે. આવુ  કેમ? શાસ્ત્રો, આગમો, પુરાણો તથા વેદની કેટલીક ઋચા જણાવે છે કે મનુષ્ય ધનવાન  મહેનતથી નથી થતો. મનુષ્ય ધનવાન ત્યારે થાય છે જ્યારે તેના ભાગ્યમાં સત્કર્મ કરવાની પ્રેરણા આપોઆપ ઉદ્ભવતી હોય અથવા તે પુષ્કળ પુણ્યશાળી હોય.
 
લક્ષ્મીજીનું પૂજન કરવામાં જો થોડી કાળજી તથા થોડા નિયમને અનુસરાય તો ઓછી મહેનતે ઘણી ઝડપથી ધનવાન બની શકાય છે. આવો આપણે અહીં કેટલાક સોનેરી નિયમ લક્ષ્મીપૂજન કરવાના જોઇએ. જે કરવાથી ઘરમાં જો દરિદ્રતા ઘૂસી ગઇ હોય તો તે ઝડપથી ભાગે છે. મનુષ્યના જીવનમાં આમૂલ પરિવર્તન આવે છે.
 
મા મહાલક્ષ્મીનું ઘરમાં આગમન ઇચ્છતા હો તો દિલમાં ખૂબ જ અનુકંપા રાખો. ઘરની સેવામાં ચાંદીના અમળા સોનાના લક્ષ્મીજીની મૂર્તિ રાખો. તેમની ઉપર દર મંગળવાર તથા શનિવારે એક કમળ પુષ્પ ચડાવો. તેમને પ્રસાદમાં લાલ દાડમ ચડાવો. આ બંને દિવસે લાલ વસ્ત્ર પહેરવાનો જ આગ્રહ રાખો. મા મહાલક્ષ્મીનો જો ફોટો રાખવચા ઇચ્છતા હો તો તેને ચાંદીની અથવા સ્ટોલની કે લાકડાની ફ્રેમમાં કાચથી મઢાવો. લેમિનેશન કે પ્લાસ્ટિક કોટેડ છબી રાખવી નહીં. બને તો શ્રીયંત્ર ઘરમાં અવશ્ય રાખો. સાથે તે પણ ઇચ્છો કે શ્રીયંત્ર સોના, ચાંદી કે તાંબાનું હોય.
 
દર વરસની ધનતેરશે (તે દિવસે ગમે તે વાર આવતો હોય) એક શ્રીફળ લઇ તેને શિખાયુકત છોલી તેના ઉપર કંકુથી સ્વસ્તિક બનાવી પાંચ ચાંલ્લા કરી  લાલમલાલ ચુંદડી લપેટીને શ્રીફળનું ફરીથી પૂજન કરી તેને પૂજાઘરમાં કે તિજોરીમાં રાખો. તેની ઉપર હંમેશ એક કમળ અથવા લાલ પુષ્પ કે લાલ સિંગલ જાસૂદનું પુષ્પ ચડાવો.
 
લક્ષ્મી પ્રાપ્ત કરવા માટે પૂજા કરતી વખતે હરહંમેશ ભગવાન વિષ્ણુની મૂર્તિ મા મહાલક્ષ્મી સાથે રાખી તેમનું પંચોપચાર પૂજન કરવું. શ્રીસૂકત, પુરુષસૂકતો પાઠ કરવો. તે બંને ન ફાવે તો મહાલક્ષ્મ્યાષ્ટમનો પાઠ કરવો. બને તો આ પાઠ ૧૧ વખત એક બેઠકે ચોખ્ખા ઘીના દીવા સાથે ધૂપ અગરબત્તી સાથે કરવો અને પછી જુઓ ચમત્કાર. ઘરના દેવાલયમાં લાલ રેશમી વસ્ત્ર બિછાવી તેના ઉપર બાસમતી ચોખા મૂકી તેના પર જળ ભરેલો તાંબા અથવા ચાંદીનો કળશ પૂજન કરી મૂકવો. કળશની ચોમેર કંકુથી ચાંલ્લા કરવા તેના ઉપર સાત નાગરવેલના પાન મૂકી તે ઉપર એક શ્રીફળ ચડાવવું. કળશની અંદર શકય હોય તો ચાંદીનો સિકકો અથવા સવા રૂપિયો મૂકવો. એક લાખ પુષ્પ પધરાવી તેમાં ચોખા પણ મૂકો. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગણેશોત્સવમાં અજમાવો દરિદ્રતા મટાડવાના સરળ ઉપાય