Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રવિ પુષ્ય નક્ષત્ર - છપ્પડફાડીને ધન મેળવવા માટે આજ રાતથી શુભ મુહૂર્ત શરૂ... સપના અને ઈચ્છાઓ થશે પૂરી

રવિ પુષ્ય નક્ષત્ર - છપ્પડફાડીને ધન મેળવવા માટે આજ રાતથી શુભ મુહૂર્ત શરૂ... સપના અને ઈચ્છાઓ થશે પૂરી
, શનિવાર, 22 ઑક્ટોબર 2016 (16:53 IST)
શાસ્ત્રોમાં પુષ્યને બધા દોષ દૂર કરનારુ, શુભ કર્ય ઉદ્દેશમાં ચોક્કસ સફળતા પ્રદાન કરનારુ અને કિમંતી વસ્તુઓની ખરીદી માટે સૌથી શ્રેષ્ઠ અને શુભ ફળદાયી માનવામાં આવ્યુ છે. કાર્તિક મહિનામાં પુષ્ય નક્ષત્રનુ આવવુ અત્યાધિક શુભ માનવામાં આવે છે. શાસ્ત્રોમુજબ આ દિવસે વિશેષ વસ્તુઓની ખરીદીનુ વિશેષ મહત્વ છે. 
 
માન્યતા મુજબ પુષ્ય નક્ષત્રમાં ખરીદી કરેલ વિશેષ વસ્તુઓ દીર્ધાવધિ સુધી કારગર રહીને શુભ્રતા પ્રદાન કરે છે. ધાર્મિક અને જ્યોતિષશાસ્ત્રોમાં દિવાળીથી પહેલા પડનારા પુષ્ય નક્ષત્રના રોજ નવી વસ્તુઓની ખરીદી માટે વિશેષ લાભકારી માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રમાં સર્વાધિક શુભ અને બળવાન હોવાને કારણે નક્ષત્ર રાજ કહેવાય છે. વિવાહને છોડીને બધા માંગલિક શુભ કાર્યોમાં પુષ્ય નક્ષત્રનુ મહત્વ છે. 
 
ભારતીય વૈદિક જ્યોતિષ મુજબ કુંડળીમાંથી કરવામાં આવેલ ગણનારો માટે મહત્વપૂર્ણ મનાતા સત્તાવીસ નક્ષત્રોમાંથી પુષ્યને આઠમુ નક્ષત્ર માનવામાં આવે છે. શાસ્ત્રોમાં પુષ્ય નક્ષત્રને કામધેનુનુ થન માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્રના શુભકાળમાં ખરીદ-વેચાણ ખૂબ જ શુભ માનવામાં આવે છે. પુષ્ય નક્ષત્ર કર્ક રાશિના 3-20 અંશથી 16-40 સુધી માન્ય હોય છે. તેનુ એક નામ અમરેજ્ય પણ છે. જેનો અર્થ છે દેવતાઓ દ્વારા પૂજવામાં આવતા અર્થાત પુષ્ય નક્ષત્ર દેવો માટે પણ દુર્લભ છે. 
 
પુષ્યના સ્વામી શનિ અને અધિષ્ઠાતા બૃહસ્પતિ છે. શનિના પ્રભાવથી ખરીદવામાં આવેલ વસ્તુ સ્થાયી રૂપથી લાંબા સમય સુધી કાયમ રહે છે અને ગુરૂના પ્રભાવથી તે સમૃદ્ધિદાયી બને છે. રવિવારે પડનારા પુષ્ય નક્ષત્રને પુષ્યામૃત યોગ કહે છે. આ યોગ સર્વશ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમા કરવામાં આવેલ શુભ કાર્ય જલ્દી ઉત્તમ ફળ પ્રદાન કરે છે.  શાસ્ત્રોમાં પુષ્યને નક્ષત્ર-રાજ માનવામાં આવે છે. માન્યતા મુજબ પુષ્યામૃત યોગમાં ખરીદવામાં આવેલ સામાન અને કરવામાં આવેલ રોકાણ અત્યાધિક શુભ માનવામાં આવે છે. 
 
શુભ મુહૂર્ત 
 
રવિવારે તારીખ 23.10.16ના રોજ રાત સુધી પુષ્યમૃત યોગ રહેશે. પુષ્ય નક્ષત્ર શનિવાર તારીખ 22.10.16 રાત્રે 20:27 મિ.થી શરૂ થઈને રવિવારે તારીખ 23.10.16 ના રોજ રાત્રે 20:39 મિ. સુધી રહેશે.  આ દિવસે યંત્ર સ્થાપના અને વાહનની ખરીદી માટે સ્થિર લગ્નની દ્રષ્ટિથી વૃશ્ચિક લગ્ન સવારે 8.23 મિ. થી સવારે 10.40 સુધી રહેશે.  ત્યારબાદ કુંભ લગ્ન દિવસે 2.28થી સાંજે 3.54 સુધી રહેશે. 
 
ત્યારબાદ સૂર્યાસ્ત પછી વૃષ લગ્ન સાનેજ 6.55મિ. થી રાત્રે 8.50 સુધી રહેશે. ચોઘડિયાની દ્રષ્ટિથી લાભનો ચોઘડિયા સવારે 9.18 થી સવારે 10.42 સુધી રહેશે. શુભનો ચોઘડિયા દિવસ 1.29થી દિવસે 2.52 સુધી રહેશે. સૂર્યાસ્ત પછી શુભનો ચોઘડિયા સાંજે 5.40થી 7.15 સુધી રહેશે અને અમૃતનો ચોઘડિયા સાંજે 7.15મિ. થી રાત્રે 8.50 સુધી રહેશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળીમાં લક્ષ્મીની તમારી રાશિ અનુસાર પૂજા કરો અને લાભ મેળવો