Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાળી ચૌદસનું મહત્વ, આ રીતે દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય નહી રહે

કાળી ચૌદસનું મહત્વ, આ રીતે દીપદાન કરવાથી અકાળ મૃત્યુનો ભય નહી રહે
, ગુરુવાર, 12 નવેમ્બર 2020 (15:19 IST)
મિત્રો આજે કાળી ચૌદશ  છે  જેને નરક ચતુર્દશી પણ કહેવાય છે.   કેટલાક લોકો નરક ચતુર્દશીના દિવસે દિપદાન  કરે છે. જેને યમ-દીપદાન પણ કહે છે. મૃત્યુનો ભય સંસારમાં સૌથી મોટો ભય માનવામાં આવે છે. માણસના ભાગ્યમાં અકાળ મૃત્યુ કેમ લખી છે એ વાત કોઈ નથી જાણતુ પણ તેના ભયને દૂર કરી શકાય છે.  કાળી ચૌદસને છોટી દિવાલી પણ કહે છે.  આ દિવસે ઘરના નરક એટલે કે ગંદકીને દૂર કરવામાં આવે છે.  આ દિવસે ઘરમાંથી કકળાટને દૂર કરવાની પણ પ્રથા છે. કકળાટ દૂર કરવા ઘરની ગૃહિણી ઘરમાંથી થાળી અને વેલણ વગાડતા  વગાડતા ઘરની નિકટના ચકલા એટલે કે ચાર રસ્તા સુધી જાય છે અને ત્યા દિવો મુકી આવે છે. એવુ કહેવાય છે કે આવુ કરવાથી ઘરમાં ક્યારેય કકળાટ એટલેકે ઝગડો થતો નથી. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ધનતેરસ પર આ 5 પીળી ચીજો ખરીદો, એટલા પૈસા આવશે કે તમે ચોંકી જશો