Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Diwali 2024: દિવાળીની પૂજા પછી દિવાનુ તમે શુ કરો છો ? ભૂલથી પણ ન કરશો આ ભૂલ, કરશો આ 5 કામ તો કાયમ રહેશે સુખ સમૃદ્ધિ

Tips to reuse Diya after Diwali
, ગુરુવાર, 31 ઑક્ટોબર 2024 (16:11 IST)
Tips to reuse Diya after Diwali
Diwali 2024: દેશભરમાં આવતીકાલે એટલે કે 31 ઓક્ટોબરના રોજ દિવાળી તહેવાર સેલિબ્રેટ કરવામાં આવશે. દિવાળી એ રોશનીનો તહેવાર છે. આ તહેવાર પર, લોકો ધાર્મિક વિધિઓ અનુસાર અને સાંજે એક શુભ સમયે દેવી લક્ષ્મી અને ભગવાન ગણેશની પૂજા કરે છે. લોકો દિવાળીની તૈયારીઓ ઘણા દિવસો પહેલાથી જ શરૂ કરી દે છે. તેઓ તેમના ઘર સાફ કરે છે અને દિવાળીની ખરીદી કરે છે. દિવાળીના દિવસે આપણે આપણા ઘરને દીવા અને રોશનીથી સજાવીએ છીએ. ચારે બાજુ ઝગમગાતી રોશની જોવા જેવી હોય છે. દિવાળી દરેક વર્ષ કારતક મહિનાની અમાસની તિથિના રોજ ઉજવાય છે. આ હિન્દુ ધર્મમાં સૌથી મોટો તહેવારોમાંથી એક છે. તમે તમારા ઘરને દિવાથી સજાવો છો. લક્ષ્મી પૂજનમાં સુંદર દિપક પ્રગટાવે છે. પણ દિવાળી પછી તમે બધા દિવાનુ શુ કરો છો ? શુ તેને કચરાના ઢગલામાં ફેંકી દો છો ? જાણો દિવાળી પછી જૂના દિવાઓનુ શુ કરવુ જોઈએ. 
 
- દિવાળીના દિવસે બધા પોતાના ઘરને  સુંદર દિવાઓથી સજાવે છે. લક્ષ્મી પૂજનમાં દિવાઓનો ઉપયોગ કરવામાં આવે છે. પણ દિવાળી પછી દિવાઓને લોકો આમ તેમ છોડી દે છે કે પછી કૂડા-કચરામાં બીજા દિવસે ફેંકી દે છે. આવુ કોઈએ પણ કરવુ જોઈએ નહી. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. 
 
- દિવામાં માતા લક્ષ્મીનો વાસ હોય છે. આવામાં તેને ફેંકવાથી બચવુ  જોઈએ. તમે જૂના દિવાને સાચવીને મુકી શકો છો. જ્યારે પણ ક્યારેય મંદિરમાં જાવ ત્યારે દિવાળીના દિવાને મંદિરમાં પ્રગટાવવા માટે લઈ જવા જોઈએ. તમે રોજ મંદિરમાં જઈને પણ દિવા પ્રગટાવી શકો છો. 
 
- લક્ષ્મીજી અને ગણેશ ભગવાનની પૂજામાં 5 દિવા પ્રગટાવો છો. આ દિવાને નદીમાં વિસર્જીત કરી દો. આવુ કરવુ શુભ છે. નકારાત્મકતાથી બચી શકાય  
 
 
-  જેઓ સક્ષમ છે તેઓ દર વર્ષે નવા દીવા ખરીદે છે, પરંતુ જેઓ ગરીબ છે અથવા સક્ષમ નથી તેઓ ઘરને શણગારવા માટે જૂના અખંડ પ્રગટાવી શકે છે. જે દીવો લક્ષ્મી માતાની સમકક્ષ પ્રગટાવવામાં આવે છે, તે દર વખતે નવો હોવો ફરજિયાત છે. તમે જૂના દીવાઓને અગાશી, બાલ્કની, ઘરનુ આંગણુ પ્રકાશિત કરી શકો છો, પરંતુ હંમેશા નવો દીવો ખરીદીને પૂજામાં પ્રગટાવી શકો છો.
 
-  તમે આ દીવાઓને જમીનમાં પણ દબાવી શકો છો. તમે વૃક્ષ નીચેની જમીનમાં પણ ખોદકામ કરી શકો છો. તમે આ દીવાઓને નદીમાં પણ વહાવી શકો છો. કેટલાક લોકો આ દીવા કુંભારને પણ દાનમાં આપે છે. તમે ઘરમાં પાંચ દીવા રાખી શકો છો અને બાકીના બાળકોને વહેંચી શકો છો. તેનાથી સુખ મળે છે. નદીમાં દિવા વહાવી દેવાથી ઘરની નકારાત્મક ઊર્જા દૂર થાય છે.
 
- જો તમારા ઘરની આસપાસ કોઈ નદી કે તળાવ ન હોય તો તમારે આ દીવાઓ એવી જગ્યાએ રાખવા જોઈએ જ્યાં કોઈ જોઈ ન શકે. આ શુભ માનવામાં આવે છે. ગરીબોને દાન કરવાથી સારા પરિણામ મળશે. પરિવારમાં સુખ શાંતિ જળવાઈ રહેશે.
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Diwali 2024 Date - જાણી લો દિવાળીનુ શુભ લાભ મુહુર્ત, ગુજરાતી નૂતન વર્ષ મુહુર્ત અને લાભ પાંચમ મુહુર્ત