દીવાળી પર લક્ષ્મી પૂજામાં હળદરની ગાંઠ મૂકો, પૂજા પૂરી થયા બાદ હળદરની ગાંઠને ઘરમાં તે સ્થાને મૂકો, જ્યાં પૈસા રાખો છો.
રાત્રે સૂતા પહેલા કોઈ ચારરસ્તા પર તેલનો દીપક પ્રગટાવો અને ઘરે આવી જાઓ. ધ્યાન રાખો પાછળ વળીને ન જોવું.
દિવાળીના દિવસે બ્રહ્મ મૂહૂર્તમાં ઉઠો અને સ્નાન કરતા સમયે નહાવાના પાણીમાં કાચું દૂધ, કાળા તલ અને ગંગાજળ મિક્સ કરો. આ પાણીથી સ્નાન કરો.
મહાલક્ષ્મીના પૂજનમાં દક્ષિણાવર્તી શંખ પણ મૂકવો જોઈએ. આ શંખ મહાલક્ષ્મીને અતિપ્રિય છે. એમની પૂજા કરતા ઘરમાં સુખ-શાંતિનો વાસ રહે છે.
દિવાળીની રાત્રે લક્ષ્મી અને કુબેરની પૂજા કરો અને આ મંત્રના ઓછામાં ઓછા 108 વાર જાપ કરો.
ૐ યક્ષાય કુબેરાય વૈશ્વવાય ધન-ધાન્યાધિપતયે ધનધાન્ય સમૃદ્ધિ મમ દેહિ દાપય સ્વાહા
મહાલક્ષ્મીના એવા ફોટાનું પૂજન કરો જેમાં લક્ષ્મી ભગવાન વિષ્ણુના પગ પાસે બેસી હોય્ એવા ફોટાના પૂજન કરતા દેવી બહુ જલ્દી પ્રસન્ન થાય છે.
મહાલક્ષ્મીની પૂજામાં પીળી કોડીઓ પણ મુકવી જોઈએ. આ કોડીઓ પૂજનમાં મુકવાથી લક્ષ્મી ખૂબ જલ્દી પ્રસન્ન થાય છે. તમારી ધન સંબંધી બધી પરેશાનીઓ ખત્મ થઈ જશે.
દિવાળીના દિવસે હનુમાનજીના મંદિરમાં તેલનો દીપક પ્રગટાવો અને દીપકમાં એક લવિંગ નાખી હનુમાનજીની આરતી કરો. હનુમાન ચાલીસાનો પાઠ કરો.
દિવાળી પર સ્નાન પછી નવા કપડા પહેરો અને સૂર્યને જળ અર્પિત કરો. જળ ચઢાવવાની સાથે લાલ ફૂલ પણ સૂર્યને ચઢાવો.
દીવાળી પર આસોપાલવના તોરણ બનાવો અને એને મુખ્ય બારણા પર લગાવો આવું કરવાથી ઘરની નકારાત્મક ઉર્જા ખત્મ થઈ જશે.
દિવાળી પર ઘરેથી નીકળતા જ જો કોઈ સુહાગન લાલ રંગની પારંપરિક ડ્રેસમાં દેખાય જાય તો સમજી લો કે તમારા પર મહાલક્ષ્મીની કૃપા થવા લાગી છે. આ એક શુભ શકુન છે. આવુ થતા કોઈ સુહાગનને સુહાગનો સામાન દાન કરો.
લક્ષ્મી પૂજનમાં એક નારિયેળ લો અને એના પર ચોખા, કંકુ, ફૂલ અર્પિત કરો અને એને પણ પૂજામાં મૂકો.
મહાલક્ષ્મી મંત્રના જાપ કરો. મંત્ર જાપ માટે કમલકાકડીની માળાનો ઉપયોગ કરો. દીવાળી પર ઓછામાં ઓછા 108 વાર આ મંત્રના જાપ કરો.
ઓમ શ્રીં હ્રીં શ્રીં કમલે કમલાલયે પ્રસીદ પ્રસીદ ઓમ શ્રીં હ્રીં શ્રીં મહાલક્ષ્મયૈ નમ:,
જો શકય હોય તો દિવાળીની મોડી રાત સુધી બારણા ખુલ્લા મૂકી રાખો. માન્યતા છે કે રાત્રે લક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે અને ભક્તોના ઘરે જાય છે.
દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજા કરતી વખતે એક મોટો ઘી નો દીવો જેમા 9 દિવાની વાટ લગાવી શકાય. આ બધી 9 વાટ પ્રગટાવીને લક્ષ્મી પૂજા કરો.
લક્ષ્મી પૂજામાં ગોમતી ચક્ર પણ મુકવુ જોઈએ. ગોમતી ચક્ર ધન લાભ અપાવે છે. ગોમતી ચક્ર લક્ષ્મીને ખાસ પ્રિય છે.
પ્રથમ પૂજ્ય શ્રીગણેશને દૂર્વા અર્પિત કરો. દૂર્વાની 21 ગાંઠ ગણેશજીને ચઢાવવાથી એમની કૃપા મળે છે. દિવાળીના શુભ દિવસે આ ઉપાય કરવાથી ગણેશજીની સાથે લક્ષ્મીની કૃપા પણ મળે છે.
આપણા ઘરની પાસે કોઈ પીપડાના ઝાડ નીચે તેલનો દીપક પ્રગટાવો. આ ઉપાય દિવાળીની રાત્રે કરવો જોઈએ. ધ્યાન રાખો દીવો લગાવીને આપણા ઘરે પરત આવી જાવ . પાછળ વળીને ન જોવું.
કોઈ શિવ મંદિરમાં જાવ અને ત્યાં શિવલિંગ પર ચોખા ચઢાવો, ધ્યાન રાખો બધા ચોખા આખા હોવા જોઈ. ખંડિત(તૂટેલા) ચોખા શિવલિંગ પર ન ચઢાવવા જોઈએ.
દિવાળીની રાત્રે લક્ષ્મી પૂજનના સાથે તમારી દુકાન, કંપ્યૂટર વગેરે એવી વસ્તુઓની પણ પૂજા કરો. જેનાથી કમાણી થાય છે.