Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળી પહેલા જરૂર હટાવી લો ઘરમાંથી આ 10 વસ્તુઓ.. મા લક્ષ્મી તો જ કરશે પ્રવેશ

દિવાળી પહેલા જરૂર હટાવી લો ઘરમાંથી આ 10 વસ્તુઓ.. મા લક્ષ્મી તો જ કરશે પ્રવેશ
, સોમવાર, 14 ઑક્ટોબર 2019 (18:29 IST)
કારતક કૃષ્ણપક્ષની અમાસ તિથિના રોજ ઉજવાતી દિવાળીએ વિશેષ રૂપે લક્ષ્મીની આરાધના કરવામાં આવે છે. આ વર્ષે 27 ઓક્ટોબર રવિવારે દિવાળીનો પાવન તહેવાર ઉજવાશે.  સુખ સમૃદ્ધિની કામના માટે દરેક વ્યક્તિ  દર વર્ષે પોતાના ઘરની સાફ સફાઈ જરૂર કરે છે. જેથી ધનની દેવી લક્ષ્મી તેમના ઘરમાં વાસ કરે અને તેમની આર્થિક પરેશાનીઓ દૂર કરે.  એવુ માનવામાં આવે છે કે મા લક્ષ્મીનો વાસ એ ઘરમાં નથી થતો જ્યા ગંદકી અને અશુભ વસ્તુઓ હોય છે. મા લક્ષ્મીને સાફ સફાઈ ખૂબ પસંદ હોય છે.  જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના મુજબ દિવાળી પર ઘરમાં તૂટેલી ફુટેલી વસ્તુઓ ન હોવી જોઈએ.  આવો જાણીએ દિવાળીની સાફ સફાઈ કરતી વખતે આપને ક્યો સામાન સૌ પહેલા ઘરની બહાર કરવો જોઈએ. 
 
પહેલી  છે. તૂટેલા કાચની વસ્તુ -  જો તમારા ઘરના કોઈ ખૂણામાં તૂટેલા કાચ મુકયો છે કે પછી બારીમાં તૂટેલા કાચ લાગેલ છે તો તેને તરત જ હટાવીને ઘરની બહાર કરો અને તેના સ્થન પર નવા કાચ લગાવો. ઘરમાં તૂટેલા કાચ અશુભ માનવામાં આવે છે. 
 
બીજી વસ્તુ છે ખરાબ ઈલેક્ટ્રિક સામાન  - જો તમારા ઘરમાં ખરાબ સામન પડ્યો છે તો તેને રિપેયર કરાવીને વાપરો કે પછી દિવાળી પહેલા તેને ઘરમાંથી બહાર કરવાનુ ભૂલશો નહી. ખરાબ પડેલ વીજળીનોસ આમાન તમારા આરોગ્ય અને સૌભાગ્યને બંને માટે અશુભ સાબિત થાય છે. 
 
ખંડિત મૂર્તિયો - ક્યારેય ભૂલથી પણ કોઈ દેવી દેવતાની ખંડિત મૂર્તિ કે તસ્વીરની પૂજા ન કરવી જોઈએ.  દુર્ભાગ્યને દૂર કરવા માટે દિવાળી પહેલા આવી ફોટો અને મૂર્તિયોને જરૂર કોઈ પવિત્ર સ્થાનમાં લઈ જઈને દબાવી દો. 
 
અગાશીને રાખો સ્વચ્છ - આ દિવાળી પહેલા ઘરની અગાશી સાફ કરો અને પહેલાથી પડેલો ભંગારનો સામાન કે ન વપરાતો સામાન ઘરની બહાર કરો અને દિવાળીના 5 દિવસ અહી દિવો જરૂર મુકો 
 
બંધ પડેલી ઘડિયાળ હટાવો - વાસ્તુ મુજબ ઘડિયાળ આપણી પ્રગતિનુ પ્રતિક છે તો બીજી બાજુ બંધ પડેલી ઘડિયાળ ઉન્નતિમાં અવરોધ્છે. તેથી જો ઘરમાં ખરાબ ઘડિયાલ છે તો દિવાળી પહેલા જરૂર તેને ઘરમાંથી બહાર કરો. 
 
જૂના જૂતા ચપ્પલ - દિવાળી પહેલા ઘરની સાફ સફાઈ કરતી વખતે જૂના જૂતા ચંપલ જેનો તમે વપરાશ ન કરતા હોય તેને ફેંકી દો. ફાટેલા જૂના ચપ્પલ ઘરમાં નકારાત્મકતાઅને દુર્ભાગ્ય લાવે છે. 
 
તૂટેલા વાસણ - ક્યારેય તૂટેલા વાસણનો પ્રયોગ ન કરવો જોઈએ. આ દિવાળી પર તમે બધા વાસણ જેનો તમે લાંબા સમયથી ઉપયોગ નથી કરી રહ્યા કે પછી તે તૂટેલા છે  તો તેને ઘરમાંથી બહાર કરો. આવા વાસણ ઘરમાં લડાઈ ઝગડાનું કારણ બને છે. 
 
તૂટેલી તસ્વીર - જો ઘરમાં કોઈ તૂટેલી તસ્વીર હોય તો તેને પણ ઘરની બહાર કરો. વાસ્તુ મુજબ તૂટેલી તસ્વીરોથી ઘરનુ વાતાવરણ પ્રભાવિત થાય છે. 
 
દિવાળી પર લક્ષ્મીજીનું સ્વાગત કરવા માંગો છો કરો આ કામ 
 
ઘરનુ ફર્નીચર - વાસ્તુ શાસ્ત્ર મુજબ ઘરમાં તૂટેલુ ફર્નીચર રાખવુ અશુભ માનવામાં આવે છે. ઘરનુ ફર્નીચર એકદમ યોગ્ય હાલતમાં હોવુ જોઈએ.  વાસ્તુ મુજબ ફર્નીચરમાં તૂટ ફુટ ખરાબ અસર નાખે છે. 
 
તૂટેલો અરીસો  - વાસ્તુ શાસ્ત્ર મુજબ તૂટેલો અરીસો મુકવાથી ઘરમાં નકારાત્મક ઉર્જા સક્રિય રહે છે અને પરિવારના સભ્યોને માનસિક તનાવનો સામનો કરવો પડે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Pushya Nakshtra 2019- શુભ યોગમાં કરશો આ કામ તો દીવાળી સુધી મા લક્ષ્મીની કૃપાથી વરસશે ધન