Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Dhanteras Lakshmi Pujan - શા માટે ધનતેરસ પર ઝાડૂ ખરીદવાની પરંપરા છે જાણો શું કહે છે શાસ્ત્ર

Dhanteras Lakshmi Pujan - શા માટે ધનતેરસ પર ઝાડૂ ખરીદવાની પરંપરા છે જાણો શું કહે છે શાસ્ત્ર
, બુધવાર, 26 ઑક્ટોબર 2022 (15:27 IST)
Dhanteras 2022: તહેવારોમાં શૉપિંગ કરવાને લઈને લોકોમાં ખાસ જુસ્સો જોવાય છે પણ તેની સાથે જ કેટલાક ખાસ સામાન ખરીદવાની પરંપરા લાંબા સમયથી ચાલી આવી રહી છે અને આજે પણ લોકો તેને કરે છે. આ જ રીતે એક પરંપરા છે ધનતેરસના દિવસે ઝાડૂ ખરીદવાની . આવો જાણીએ ધનતેરસના દિવસે ઝાડૂ શા માટે ખરીદાય છે. 
 
હિંદુ ધર્મમાં દિવાળોનુ મોટુ મહત્વ છે. આ તહેવારની શરૂઆત ધનતેરસના દિવસથી થાય છે અને ભાઈબીજની સાથે પૂરા થાય છે. ધનતેરસના દિવસે બધા લોકો ધનના દેવતા કુબેર અને માતા લક્ષ્મીની પૂજા કરે છે. આ દિવસે સાચા મનથી પૂજા અર્ચના કરતા ઘર -પરિવારમાં સમ્ર્દ્ધિ આવે છે અને ઘરના સભ્યો પર ધન વર્ષા થાય છે. 
 
ધનતેરસના દિવસને લઈને લોકોના વચ્ચે ઘણી માન્યતાઓ પ્રચલિત છે. આ દિવસે કેટલાક લોકો વાસણ ખરીદે છે તો કેટલાક લોકો ચાંદીના સામાન ઘરમાં લાવવાને શુભ માને છે. ધનતેરસના દિવસે લોકોમાં ઝાડૂ ખરીદવાને ખાસ ગણાય છે. આવો જાણી આ દિવસે ઝાડૂ કેમ ખરીદાય છે. 
 
મા લક્ષ્મીને ઝાડુ ખૂબ જ પ્રિય છે. તેને દેવી લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે. ધનતેરસના દિવસે સાવરણી ખરીદવી જ જોઈએ. આ દિવસે સાવરણી ખરીદવાથી ગરીબી દૂર 
 
થાય છે અને ઘરમાં સુખ-સમૃદ્ધિ આવે છે.
 
ધનતેરસમાં ઝાડૂનુ મહત્વ 
પૌરાણિક માન્યતાઓ મુજબ ધનતેરસના દિવસે જે પણ વસ્તુ ખરીદીએ છે, તેમાં આગળ ચાલીને તેર ગણુ વધારો થાય છે. ધનતેરસના દિવસે ઝાડૂ ખરીદવા ખૂબ શુભ માનવામાં આવે છે. તમને જણાવીએ કે મત્સ્ય પુરાણમાં ઝાડૂને માતા લક્ષ્મીનુ રૂપ ગણાય છે. આ દિવસે ઝાડૂ ખરીદવાને સુખ-શાંતિ અને ધનમાં વૃદ્ધિથી જોડીને દેખવામાં આવે છે. એવુ માનવામાં આવે છે ઝાડૂ ઘરની દરિદ્રતાને દૂર કરે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Grahan Nu Daan 2022 - સૂર્ય ગ્રહણના 25 દાન, એક પણ આપશો તો મળશે વરદાન