દિવાળી પહેલા ધનતેરસનો તહેવાર ઉજવાય છે. ધનતેરસના દિવસે અનેક વસ્તુઓ ખરીદવામાં આવે છે પણ આ દિવસે વિશેષ રૂપે સોનુ ચાંદી ખરીદવામાં આવે છે. પુરાણોમાં એવુ કહેવાય છે કે ધનતેરસનો દિવસ ફક્ત ખરીદી માટે જ નહી પણ દાન કરવાનુ પણ વિશેષ મહત્વ છે. એવુ કહેવાય છે કે આ દિવસે કયુ દાન તમને પછી અનેકગણો ફાયદો અપાવે છે. આવો જાણીએ આ દિવસે કઈ વસ્તુઓનુ દાન કરવુ જોઈએ.
1. અન્નનું દાન - જો સ્વાસ્થ્યની સમસ્યા હોય તો અન્ન જેવા કે ઘઉ, ચોખાનુ દાન કરવુ ઉત્તમ રહે છે. આ સાથે જ પાણીનુ દાન કરવુ પણ શુભ રહે છે. આ વાતનુ ધ્યાન રાખવુ જોઈએ કે દાન એવી વ્યક્તિને કરો જેને ખરેખર જરૂર છે.
2. પીળા વસ્ત્રનું દાન - ધનતેરસના દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિને નવા પીળા વસ્ત્ર દાન કરી શકો છો. ધનતેરસના દિવસે વસ્ત્રનુ દાન મહાદાન કહેવાય છે.
3. નારિયળ અને મીઠાઈનું દાન - ધનતેરસના દિવસે તમે કોઈ ગરીબ વ્યક્તિને નારિયળ અને મીઠાઈનુ દાન કરવુ જોઈએ. આવુ કરવાથી તમને પૈસાની ક્યારેય તંગીનો સામનો કરવો પડશે નહી.
4. લોખંડનુ દાન - ધનતેરસના દિવસે લોખંડનુ દાન કરવાથી તમને દુર્ભાગ્ય ચાલે જ્યા છે. તમને શુભ ફળની પ્રાપ્તિ થાય છે.
5. સુહાગનો સામાન - જે કુંવારી કન્યાઓના લગ્ન નથી થઈ રહ્યા તેમને જલ્દી લગ્ન માટે સૌભાગ્યનું સામાન દાન કરવુ જોઈએ. તેનાથી જલ્દી લગ્ન થઈ જાય છે.