Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Diwali 2016 - લક્ષ્મીની કૃપા મેળવવા દિવાળીમાં આ 8 સ્થાન પર દિવો જરૂર પ્રગટાવો

Diwali 2016 - લક્ષ્મીની કૃપા મેળવવા દિવાળીમાં આ 8 સ્થાન પર દિવો જરૂર પ્રગટાવો
દિવાળીની રાત મહાદેવી લક્ષ્મીને પ્રસન્ના કરવાનો સૌથી ઉત્તમ સમયુ છે. શાસ્ત્રોમાં બતાવાયુ છે કે દિવાળીની રાત્રે કેટલાક વિશેષ સ્થાનો પર દીવો લગાવવાથી દેવી લક્ષ્મીની કૃપા પ્રાપ્ત થાય છે. અહી જાણો દિવાળીની રાત્રે ક્યા ક્યા દિવો લગાવવો જોઈએ, જેનાથી તમારી પૈસા સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓનો અંત આવી શકે છે.

શાસ્ત્રો મુજબ એવુ કહેવાય છે કે દિવાળીની રાત્રે દેવી મહાલક્ષ્મી પૃથ્વી પર ભ્રમણ કરે છે. તેથી આ રાત્રે દેવીને પ્રસન્ન કરવા માટે વિવિધ ઉપાયો બતાવાયા છે.

આગળ જાણો ક્યા ક્યા લગાવશો દીવો

webdunia
P.R


- જો શક્ય હોય તો રાતના સમય કોઈ સ્મશાનમાં દીવો જરૂર લગાવો. પૈસા પ્રાપ્ત કરવા માટે આ એક ચમત્કારી ટોટકો છે.

- ધન પ્રાપ્તિની કામના કરનાર વ્યક્તિએ દિવાળીની રાત્રે મુખ્ય દરવાજાના ઉંબરાના બંને બાજુ દીવો જરૂર લગાવવો જોઈએ.

- ઘરના આંગણમાં પણ દીવો જરૂર લગાવવો જોઈએ. ધ્યાન રહે કે આ દીવો ઓલવાય નહી તેનુ ધ્યાન રાખજો.

- આપણા ઘરની આજુબાજુના ચારરસ્તા પર રાત્રે દીવો જરૂર લગાવવો જોઈએ. આવુ કરવાથી પૈસા સાથે સંકળાયેલી તમામ સમસ્યાઓ સમાપ્ત થાય છે.

- ઘરના પૂજા સ્થળમાં દીવો લગાવો, જે આખી રાત પ્રગટવો જોઈએ, આવુ કરવાથી મહાલક્ષ્મી પ્રસન્ન થાય છે.

- કોઈ બીલી પત્રના ઝાડ નીચે દિવાળીની સાંજે દિવો લગાવો. બિલ્વ પત્ર ભગવાન શિવનું પ્રિય વૃક્ષ છે. તેથી અહી દીવો લગાવવાથી તેમની કૃપા મળે છે.

- પીપળના ઝાડ નીચે દિવાળીની રાત્રે એક દીવો જરૂર લગાવીને આવો. આવુ કરવાથી તમારી પૈસાને લગતી સમસ્યાઓ દૂર થઈ જશે.

- તમારા ઘરની આસપાસ જે પણ મંદિર હોય ત્યાં રાતના સમયે દીવો જરૂર પ્રગટાવો. આવુ કરવાથી બધા દેવી-દેવતાઓની કૃપા પ્રાપ્ત થાય છે.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati

આગળનો લેખ

દિવાળી 2016 શુભ મુહૂર્ત - મા લક્ષ્મીને ખુશ કરવા માંગો છો તો આ શુભ મુહૂર્ત પર કરો પૂજા, દરેક રાશિ માટે છે જુદો સમય