Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

દિવાળીમાં ઘરની સજાવટ માટે ટિપ્સ

દિવાળીમાં ઘરની સજાવટ માટે ટિપ્સ
આ સત્ય છે કે દરેક રાજ્યમાં દરેક તહેવારના જુદા જુદા રંગ હોય છે. જે પોતાના અંદાજને વાતાવરણમાં ફેલાવે છે. વાત જો સુંદરતાની હોય તો ગુજરાત, રાજસ્થાન અને ઉડીસાનો અંદાજ એકદમ જુદો છે. આ રાજ્યોમાં ઉપયોગમાં થનારા ભડક રંગ, સુંદર પેટર્ન, ગોલ્ડ પ્રિંટ્સ, શાનદાર નક્કાશી, મિરર વર્ક, વગેરે અલગ જ ચમકે છે. દરેક પરંપરા મુજબની સજાવટ તેમને તેમની જમીન સાથે જોડે છે. 

ઉત્સવવાળુ વાતાવરણ - ગોલ્ડન અને ઓરેંજ ટિશ્યૂની સાથે ડેકોરેટેડ ટેરાકોટા માટલીઓ કોપર ફિનિશના લેમ્પ, ફ્લોટર, હટ વગેરેની સાથે ગ્રીન પ્લાંટની સજાવટ આ પ્રસંગ પર ફેસ્ટિવલ લુ આપે છે ઘરના દરેક રૂમમાં જુદા જુદા પ્રકારની લાઈટિંગ કે ડ્રોઈંગ રૂમનો એવો કોઈ વિશેષ કોર્નર જેને તમે હાઈલાઈટ કરવા માંગતા હોય, તેને લાઈટિંગ દ્વારા નવીનતા દાખવી શકો છો.

દિવાળીના તહેવાર પર ઘરને ટ્રેડિશનલ લુક આપવુ જોઈએ. રસ્ટ અને ગોલ્ડન સિલ્ક ડ્રેપની સાથે સિક્કા અને કાચથી સજેલી ગોલ્ડન માટલીઓ અને ફ્લોટર્સ પરંપરાનો આભાસ કરાવે છે. ઘરના દરવાજા અને કોર્નરને દીવા, ફ્લાવરપોટ કે દીવાથી સજાવો. બ્રાઈટ રંગના પડદા અને કુશન આવી સજાવટ પર સારા દેખાય છે. જો તમારા ઘરમાં નક્કાશીવાલા, રોજવુડ ટ્રેડિશનલ ફર્નિચર હોય તો ચિકના પડદાં ચાર ચાંદ લગાવી દેશે. ટ્રેડિશનલ લુક માટે ગુજરાતી અને રાજસ્થાની થીમ પર ઘરની સજાવટ વધુ પસંદ કરાય છે. બેડ પર ભરત ભરેલી ચાદર, બેડ કવર્સ અને કુશંસ પણ ટ્રેડિશનલ ડેકોરેશનને દર્શાવે છે.

પંજાબી લુક માટે - કાચ લગાવેલા પડદાં, કોપર ફિનિશવાળી માટલીઓ, કલરફુલ કુશંસ અને પડદાંની સજાવટને મહત્વ આપો. પંજાબી લુક માટે તમારે જુદા જુદા કલર્સના પડદાં લગાડવા પડશે.

આ તહેવાર પર ફ્યુઝન લુક માટે રાણી, પિંક કે બનારસી જરીના ડ્રેપર્સની સાથે જુદા જુદા આકારની બનાવટના આકર્ષક જૈલ કૈંડલોને જુદી જુદી જગ્યાએ મુકવાથી ડેકોરેશનને ફ્યુજન લુક. આનાથી આખા ઘરની વસ્તુઓ અહી સુધી કે પડદાં અને કુશન પણ એક જ પ્રકારના કલર્સ મતલબ મિક્સ મેચનું ધ્યાન રાખો.

Share this Story:

Follow Webdunia gujarati