Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ઘરની સજાવટમાં ચાર ચાંદ લગાવી દેશે ફ્લોટિંગ દિવા

ઘરની સજાવટમાં ચાર ચાંદ લગાવી દેશે ફ્લોટિંગ દિવા
P.R

દિવાળીમાં એક એવો તહેવાર છે જેમાં આપણે સૌથી વધુ ધ્યાન ઘર શણગારવા પાછળ આપીએ છીએ. દિવાળીમાં ઘર શણગારવા લોકો હજારો રૂપિયા ખર્ચી નાખે છે. ગૃહિણીઓથી માંડીને વર્કિંગ વુમનનું ધ્યાન ઘરની સાજ સજાવટ તરફ હોય છે. દિવાળીનું ખાસ આકર્ષણ હોય છે દિવાળીના દિવા. હવે આ દિવા સાદા નહી પણ અવનવી ડિઝાઈનમાં અને અવનવા શેપમાં મળે છે.
webdunia
P.R

આ વખતે માર્કેટમાં માટી તથા ટેરાકોટાના દીવડાની સાથે સાથે ફલોટિંગ દીવા આવ્યા છે જે દીવાળીની સજાવટના ઝળહળાટને બે ગણો કરી દેશે.

સુશોભિત દીવા અને પૂજા થાળી - ધનતેરસની લક્ષ્મીપૂજા તથા દીવાળી તથા નવા વર્ષે થતી પૂજા માટે અત્યારે ખાસ ડિઝાઇનર થાળી પણ મળે છે જેમાં ગણપતિ સ્વસ્તિક તથા મીણયુક્ત દીવો સેટ કરેલા જ હોય છે.

ડેકોટરેટિવ દીવા - ઘણા દીવા પર લાખકામ કરીને ટ્રાન્સપરન્ટ અને રંગબેરંગી સ્ટોન વડે સજાવટ કરવામાં આવી હોય છે.
ગૃહિણીઓ એવી વસ્તુઓ પસંદ કરે છે જે બે ચાર વર્ષ સુધી ઉપયોગમાં લઇ શકાય અને કોઈને દિવાળીમાં ભેટ સ્વરૂપે પણ આપી શકાય. પૂજા માટે સ્વસ્તિક, શંખ, તથા ગણપતિના આકારના દીવડાં પણ આ વખતે એકદમ ડિમાન્ડમાં છે. આ વખતે માર્કેટમાં જે દીવા તથા ફાનસ વેચાય છે તેનો તમે દીવાળી ઉપરાંત પણ સજાવટ તરીકે કલાત્મક ઉપયોગ કરી શકશો.

Share this Story:

વેબદુનિયા પર વાંચો

સમાચાર જગત જ્યોતિષશાસ્ત્ર જોક્સ મનોરંજન લાઈફ સ્ટાઈલ ધર્મ

Follow Webdunia gujarati