Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી, CMએ કામગીરીનો ચિતાર આપ્યો

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે વાવાઝોડા સામે સુરક્ષાની તૈયારીઓની સમીક્ષા કરી, CMએ કામગીરીનો ચિતાર આપ્યો
ગાંધીનગરઃ , બુધવાર, 14 જૂન 2023 (00:19 IST)
amit shah
અમિત શાહે ગુજરાત સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી
 
કેન્દ્રીય એજન્સીઓ NDRF, નેવી, આર્મી, કોસ્ટગાર્ડ, એરફોર્સની સાથે સંપર્ક અને સંકલન બનાવી રાખવામાં આવ્યું
 
 
કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહે ચક્રવાત "biparjoy cyclone" સામે સરકાર અને વહીવટી તંત્રની તૈયારીઓની સમીક્ષા કરવા માટે આજે નવી દિલ્હીમાં વિડીયો કોન્ફરન્સના માધ્યમથી બેઠક યોજી હતી.તેમણે કહ્યું કે, અમારો ઉદ્દેશ્ય ચક્રવાતી તોફાન "બિપરજોય" દ્વારા થતા સંભવિત નુકસાનને ઘટાડવાનો અને એક પણ જાનહાની ન થાય તે સુનિશ્ચિત કરવાનો છે.12 જૂને પીએમ મોદીની અધ્યક્ષતામાં મળેલી સમીક્ષા બેઠકમાં આપવામાં આવેલા મહત્વપૂર્ણ નિર્દેશો પર ઝડપથી કાર્ય કરવાની જરૂર છે.

 
સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી
અમિત શાહે કહ્યું કે, કેન્દ્રએ રાહત અને બચાવ કામગીરી માટે પૂરતી સંખ્યામાં NDRF ટીમો તૈનાત કરી છે. આ ઉપરાંત, આર્મી, નેવી, એરફોર્સ અને કોસ્ટ ગાર્ડના ટુકડીઓને જરૂરિયાત મુજબ સહાય પૂરી પાડવા માટે તૈનાત કરવામાં આવી છે.ગૃહ મંત્રાલય અને રાજ્ય સરકારનો કંટ્રોલ રૂમ ચોવીસ કલાક પરિસ્થિતિ પર નજર રાખી રહ્યો છે અને ભારત સરકારની તમામ એજન્સીઓ કોઈપણ કટોકટીનો સામનો કરવા માટે તૈયાર છે. ગુજરાત સરકારને શક્ય તમામ મદદની ખાતરી આપી હતી.
 
મુખ્યમંત્રીએ કામગીરીનો ચિતાર આપ્યો
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ બેઠકમાં બિપરજોય વાવાઝોડાની સામે રાજ્ય સરકાર અને સ્થાનિક વહીવટી તંત્રોની સજ્જતા અને પૂર્વ તૈયારીઓનો સમગ્ર ચિતાર આપ્યો હતો. ચક્રવાતથી પ્રભાવિત 8 જિલ્લા જેમાં કચ્છ, જામનગર, દેવભૂમિ દ્વારકા, મોરબી, પોરબંદર, જૂનાગઢ અને ગીર સોમનાથનો સમાવેશ થાય છે. વાવાઝોડાથી અસરગ્રસ્ત 434 નીચાણવાળા વિસ્તારોને પણ ઓળખવામાં આવ્યા છે.આ 25 તાલુકાઓમાં 1521 આશ્રય સ્થાનોની વ્યવસ્થા ઉપલબ્ધ કરવામાં આવી છે.8 જિલ્લાઓમાં 450 હોસ્પિટલોમાં દવા, ઉપકરણો, મેડિકલ સ્ટાફ અને ડી.જી સેટની વ્યવસ્થા પણ કરવામાં આવી છે.
 
15068 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડ્યા
આ જિલ્લાઓમાં મીઠું પકવતા 868 અગરિયાઓ તેમજ 6080 કામદારોની ઓળખ કરવામાં આવી છે. 284 ગર્ભવતી મહિલાઓને સલામત સ્થળે લઇ જવામાં આવી છે. 5330 અગરિયાઓ, વૃદ્ધ અને બાળકો મળી 15068 લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવામાં આવ્યા છે. આ ઉપરાંત અન્ય 30 હજાર લોકોને સુરક્ષિત સ્થળે પહોંચાડવાનું કામ સાંજ સુધી પૂરું કરી દેવામાં આવશે. માછીમારોની કુલ 21595 બોટને ફિશિંગ હાર્બર ખાતે પાર્ક કરવામાં આવી છે. પોર્ટ પાસે 27 જહાજોને લાંગરવામાં આવ્યા છે તેમજ 24 મોટા જહાજોને એન્કર કરવામાં આવ્યા છે. કેન્દ્રીય એજન્સીઓ NDRF, નેવી, આર્મી, કોસ્ટગાર્ડ, એરફોર્સની સાથે સંપર્ક અને સંકલન બનાવી રાખવામાં આવ્યું છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Devbhumi Dwarka - દેવભૂમી દ્વારકામાં જગતમંદિર પાસેના કાપડની દુકાનમાં ભીષણ આગ, ફાયરવિભાગની બે ટીમ ઘટનાસ્થળે