Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 4 April 2025
webdunia

Vadodara Case- વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ-વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં ગળે ફાંસો ખાધેલી હાતલમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો

વડોદરા ગેંગરેપ-આપઘાત કેસ
, રવિવાર, 14 નવેમ્બર 2021 (15:26 IST)
વલસાડમાં ગુજરાત ક્વીન એક્સપ્રેસમાં ગળે ફાંસો ખાધેલી હાતલમાં યુવતીનો મૃતદેહ મળ્યો હતો 
 
વડોદરામાં રહેતી અને મૂળ નવસારીની યુવતીએ દિવાળીના દિવસે વલસાડની ટ્રેનમાં આપઘાત કર્યો હતો. આ ઘટના બાદ સૌથી મોટો ખુલાસો થયો છે. યુવતીએ પોતાની ડાયરીમાં તેના પર દુષ્કર્મ થયું હોવાનો ઉલ્લેખ કર્યો છે. તો બીજી તરફ ઘટનાના પ્રત્યક્ષદર્શી બસ ચાલકનું પણ ચોકાવનારૂં નિવેદન સામે આવ્યું છે.
 
બસ ચાલકે જણાવ્યુ કે દિવાળીના દિવસે રાત્રે 8 વાગ્યે વેક્સિન ઈન્સ્ટિટ્યૂટની બહાર યુવતી અર્ધનગ્ન હાલતમાં મળી આવી હતી. જેથી યુવતીને ગ્રાઉન્ડમાં લઈ જઈ પર્સ અને કપડા શોધી આપ્યા હતા. જોકે, બસ ચાલકને જોઈ રિક્ષામાં આવેલા બે શખ્સો ફરાર થયા હતા. જે બાદ યુવતીએ બસચાલકના ફોનમાંથી બહેનપણીને બોલાવી હોવાનું પણ સામે આવ્યું છે. ત્યારે સમગ્ર ઘટના બાદ પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.
 
મૂળ નવસારીની અને છેલ્લા 2 વર્ષથી વડોદરામાં બીએના અભ્યાસ સાથે ઓએસિસ સંસ્થામાં કામ કરતી 18 વર્ષીય યુવતી સાઇકલ લઇને પસાર થઇ રહી હતી, ત્યારે વડોદરાના વેક્સિન મેદાન પાસે રિક્ષા ચાલકે ટક્કર માર્યા બાદ બે વ્યક્તિએ બળજબરીથી રિક્ષામાં બેસાડી મોઢામાં ડૂચો મારી અને હાથ-પગ બાંધી દીધા હતા. બાદમાં વેક્સિન ઇન્સ્ટિટ્યૂટની ઝાડીમાં ખેંચી ગયા હતા.જ્યાં યુવતી પર બંનેએ દુષ્કર્મ આચર્યું હતું. એક બસ ચાલક બસ પાર્ક કરવા મેદાનમાં જતા બંને ભાગી છુટ્યા હતા.
 
આ સમગ્ર ઘટના બાદ ત્યાંથી પસાર થતી એક બસના ડ્રાયવર યુવતીને ઘર સુધી જવામાં મદદરૂપ થયા હતા.  
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Curfew- અમરાવતીમાં ચાર દિવસ કર્ફ્યુ