Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ટિકટોક ગર્લ' કીર્તિ પટેલ પર અમદાવાદની યુવતીને લોખંડની પાઈપથી માર માર્યાનો આક્ષેપ, પોલીસમાં ફરિયાદ થઈ

Tiktok Girl 'Kirti Patel accused of beating Ahmedabad girl with iron pipe
, શુક્રવાર, 25 ફેબ્રુઆરી 2022 (17:06 IST)
ટિકટોક સ્ટાર તરીકે જાણીતી બનેલી સુરતની કીર્તિ પટેલનો વધુ એક વિવાદ સામે આવ્યો છે. અમદાવાદની એક યુવતીએ કીર્તિ પટેલ સામે લોખંડની પાઈપથી માર માર્યો હોવાની ફરિયાદ સેટેલાઈટ પોલીસમાં નોંધાવી છે. હવે આ સમગ્ર મામલે પોલીસે કીર્તિ પટેલ તથા તેના બે સાથીદારો સામે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે. ઘટનાની વિગતો મુજબ, અમદાવાદમાં રાણીપ ખાતે રહેતા 27 વર્ષની યુવતી બ્યુટી પાર્લર ચલાવે છે અને તે ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરે છે. 6 મહિના અગાઉ તે ઈન્સ્ટાગ્રામમાં તેના મિત્રો સાથે લાઈવ હતી. આ દરમિયાન ટિકટોકથી જાણીતી બનેલી સુરતની કીર્તિ પટેલે અચાનક આ યુવતી સાથે લાઈવ આવીને તેની માતાને ગાળો આપી હતી. આ મામલે તેણે અમદાવાદ સાયબર ક્રાઈમમાં કીર્તિ પટેલ સામે ફરિયાદ નોંધાવી હતી.જોકે ગત 21મી ફેબ્રુઆરીની રાત્રે યુવતી ઘરેથી ઈન્સ્ટાગ્રામમાં લાઈવ હતી, તે દરમિયાન કોઈએ કમેન્ટ કરી કે 'તમારી ગાડીના કાચ તૂટ્યા છે'. જેથી યુવતી ફ્લેટમાં નીચે ગાડી જોવા જતા ત્યાં એક બહેને તેને જણાવ્યું કે, તમે નીચે ના જશો તમારી ગાડીના કોઈએ કાચ તોડ્યા છે અને ત્યાં કેટલાક માણસો ઊભા છે જે તમને નુકશાન કરશે. આ યુવતીએ નીચે જઈને જોતાં તેની ગાડીના બધા કાચ તૂટેલી હાલતમાં હતા અને ત્યાં કોઇ હાજર નહોતું.બાદમાં આ યુવતી તેના ઘરે ગઈ હતી અને થોડીવારમાં તેની મિત્રની ગાડીની ચાવી લઈને તપાસ કરવા બહાર નીકળી હતી. ત્યારે આ યુવતીને ચા પીવી હોવાથી એસ.જી.હાઈવે કર્ણાવતી ક્લબ ની બાજુમાં ખેતલાઆપા ટી સ્ટોલ માટે ગઈ હતી. તે કારમાં હતી આ દરમિયાન અચાનક કાચ તૂટવાનો અવાજ આવતા તે બહાર નીકળી. એટલામાં જ તેના માથા અને બરડાના ભાગ પર કોઈએ ફટકા માર્યા હતા. યુવતીએ પાછળ જોતા તે કીર્તિ પટેલ હતી અને તેના હાથમાં લોખંડની પાઈપ હતી.માથામાં પાઈપ વાગતા યુવતીને લોહી નીકળી રહ્યું હતું. કીર્તિ પટેલે યુવતીને બિભત્સ ગાળો આપી રહી હતી, તેની સાથે એક અન્ય યુવક અને યુવતી પણ હતા, તેઓ પણ યુવતીને ગાળો બોલીને, અમારા ગ્રુપની સામે પડી તો તને જાનથી મારી નાખીશું, એવી ધમકી આપી હતી. એટલામાં યુવતીએ પોતાના માનીતા ભાઈ અને પોલીસને ફોન કર્યો હતો. જેથી તેને તાત્કાલિક સારવાર માટે સોલા સિવિલ ખસેડવામાં આવી હતી. જે બાદ તેણે પોલીસમાં કીર્તિ પટેલ તથા તેની સાથેના બે વ્યક્તિઓ સામે સેટેલાઈટ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મેઘરજની અરેરાટી ભરી ઘટનાઃ પતિ કમરમાં ડાયનામાઈટ વીંટાળી પત્નીને ભેંટી પડ્યો, ધડાકાભેર બ્લાસ્ટ થતા બંનેના મોત