Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાજકોટ:છાત્રા પર શિક્ષકે જ આચર્યું દુષ્કર્મ, લંપટ શિક્ષકની ધરપકડ

rape
, શનિવાર, 11 નવેમ્બર 2023 (13:31 IST)
રાજકોટ જામનગર રોડ પર માધાપર ચોક નજીક વિસ્તારમાં રહેતી સગીર વયની વિદ્યાર્થિનીનું કોઈ અજાણયો શખસ અપહરણ કરી ગયાની ફરિયાદ પોલીસ ચોપડે નોંધાઇ હતી. જે બાદ તપાસ હાથ ધરવામાં આવતા સગીરાની સ્કુલનો શિક્ષક જ વિદ્યાર્થિનીનું અપહરણ કરી નાસી છૂટ્યો હોવાનું અને તેના ઘેર લઈ જઈ દુષ્કર્મ આચર્યાનું ખુલતા પોલીસે અપહરણ ઉપરાંત પોસ્કો સહિતની કલમ ઉમેરી શિક્ષકની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે.

રાજકોટના માધાપર ચોક પાસેના વિસ્તારમાં રહેતી માતાની સગીર વયની પુત્રી ફલેટ નીચે ફટાકડા ફોડવા જાવ છું તેમ કહી ઘરેથી નીકળી હતી. બાદમાં માતા નીચે ઉતરતા પુત્રી જોવા ન મળતા આસપાસ તપાસ કરી હતી. પણ તે મળી નહોતી. જેથી પરિવારના અન્ય સભ્યો સાથે શોધખોળ કરી હતી પરંતુ કોઈ ભાળ નહી મળતા યુનિવર્સિટી પોલીસ મથકમાં તેની સગીર વયની પુત્રીનું અજાણ્યો શખશ અપહરણ કરી નાસી છૂટ્યાની ફરિયાદ નોંધાવી હતી.

મહિલાની ફરિયાદ બાદ પોલીસે જુદી જુદી ટીમ બનાવી તપાસ હાથ ધરી હતી. દરમિયાન ગૂમ થયેલી અપહરણ કરાયેલી મનાતી બાળા પરમ દિવસે પરત ઘરે આવી ગઇ હતી. જેથી તેણીને પોલીસ સમક્ષ રજૂ કરવામાં આવી હતી. બાળાએ પહેલાં તો પોતે જાતે જતી રહ્યાનું કહ્યું હતું. પણ કંઇક અજુગતુ બન્‍યાનું જણાતાં પોલીસે કાઉન્‍સેલિંગ કરતાં આ છાત્રાએ તેની જ શાળામાં શિક્ષક તરીકે નોકરી કરતો અભિષેક પંડયા નામનો લંપટ ઘર નજીક મળવાના બહાને બોલાવ્‍યા બાદ પોતાના ઘરે જામનગર રોડ ઘંટેશ્વર પાસે તિરૂપતિ હાઇટ્‍સમાં લઇ ગયાનું અને ત્‍યાં ત્રણ વખત બળજબરીથી દુષ્‍કર્મ આચરી લીધાનું કહેતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી.

મૂળ જામકંડોરણાના દળવી ગામનો અને હાલ ખાનગી સ્કૂલમાં શિક્ષક તરીકે ફરજ બજાવતો અને રાજકોટમાં જામનગર રોડ પર નાગેશ્વરમાં ફલેટમાં રહેતા અભિષેક વિમલ પંડયા સગીરાને પ્રેમજાળમાં ફસાવી ભગાડી ગયો છે. તે સ્કૂલમાં 6 માસથી સંસ્કૃત-ગુજરાતી વિષય ભણાવતો હતો અને અગાઉ ન્યારાના પાટીયા પાસે આવેલી સ્કુલમાં નોકરી કરતો હતો. ત્યાં સ્કુલમાં અભ્યાસ કરતી સગીર વિદ્યાર્થિનીને પ્રેમજાળમાં ફસાવી હતી. સગીરાને ભોળવી લગ્નની લાલચે ભગાડી દુષ્કર્મ આચર્યું હોવાથી મેડીકલ ચેકપ કરાવી પોક્સો સહિતની કલમ ઉમેરી આરોપીની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરત રેલવે સ્ટેશન પર મુસાફરોની ભીડ ઉમટી, ટ્રેનમાં ચઢવા જતાં જ ધક્કા મુક્કી થઈ, એકનું મોત