Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જંતર મંતર પર વ્યક્તિએ ખુદને ગોળી મારીને કરી આત્મહત્યા, MP થી પ્રદર્શન કરવા માટે આવ્યો હતો દિલ્હી

Suicide at jantar mantar
, સોમવાર, 10 નવેમ્બર 2025 (12:56 IST)
Suicide at jantar mantar
દિલ્હીના જંતર મંતર પર આજે સવારે લગભગ 9 વાગે એક વ્યક્તિએ ખુદને ગોળી મારીને આત્મહત્યા કરી લીધી છે. આ ઘટનાના સમાચાર મળવાના તરત જ પછી પોલીસ કર્મચારી જંતર મંતર પહોચી ગયા અને મામલાની તપાસમાં લાગ્યા છે. ઉલ્લેખનીય છે કે વ્યક્તિ જેણે આત્મહત્યા કરી એ મઘ્યપ્રદેશનો રહેનારો છે અને પ્રદર્શન કરવા માટે દિલ્હી આવ્યો હતો. મળતી માહિતી મુજબ દિલ્હી પોલીસે તેને પ્રદર્શન માટે અનુમતી પણ આપી હતી પણ એ પહેલા તેણે પહેલા જ ખુદને ગોળી મારીને પોતાની જીંદગી સમાપ્ત કરી નાખી. હવે પોલીસે તેની ડેડબોઈને પોસ્ટમોર્ટમ માટે મોકલી દીધી છે અને મામલાની તપાસમાં લાગી છે. સમાચાર આગળ અપડેટ થઈ રહ્યા છે.  
 
પોલીસ અધિકારીએ કહી આ વાત 
આ મામલે એક પોલીસ અધિકારી કહ્યુ, જંતર મંતર પર આત્મહત્યા કરનારા વ્યક્તિની હજુ ઓળખ થઈ શકી નથી. પોલીસ કર્મચારીઓ ઘટના સ્થળ પર હાજર છે અને ઘટનાસ્થળ કવર કરી લીધુ છે. દિલ્હી પોલીસ મામલાની તપાસમા  લાગી છે, અને કાયદાકીય ઔપચારિકતા પૂરી કર્યા પછી બોડીને પોસ્ટમોર્ટમ માટે મોકલી દેવામાં આવી છે. તેમને આગળ કયુ કે કઈ પરિસ્થિતિમાં આ વ્યક્તિએ ખુદને ગોળી મારી તેની તપાસ કરવામાં આવી રહી છે. એક મામલો નોંધવામાં આવ્યો છે અને આગળ તપાસ ચાલુ છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

"તારુ મર્ડર કરાવી દઈશ" પત્નીએ આપેલી ધમકીઓથી ગભરાઈને પતિએ પત્નીના લગ્ન તેના પ્રેમી સાથે કરાવી દીધા, ઉત્તર પ્રદેશના જૌનપુરથી નોંધાયો ચોંકાવનારો મામલો