Festival Posters

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રાયસેનમાં 6 વર્ષની બાળકી સાથે રેપના મામલે ચક્કાજામ, મસ્જિદ પર ફેક્યા પત્થર

Rape in Raisen
, બુધવાર, 26 નવેમ્બર 2025 (16:19 IST)
Rape in Raisen
 
રાયસેન જિલ્લાના ગૌહરગંજ વિસ્તારમાં છ વર્ષની બાળકી પર થયેલા બળાત્કારની ઘટનાએ સમગ્ર રાજ્યને હચમચાવી દીધું છે. ઘટનાના પાંચ દિવસ પછી પણ આરોપી સલમાન ફરાર છે, જેના કારણે લોકોમાં રોષ ભભૂકી ઉઠ્યો છે. ગૌહરગંજમાં હિન્દુ સમુદાયે ન્યાયની માંગણી માટે વિશાળ વિરોધ પ્રદર્શન કર્યું હતું. મહિલાઓએ પણ મૃત્યુદંડની માંગણી સાથે વિરોધ પ્રદર્શન કર્યું હતું. વેપારીઓએ બજારો બંધ રાખ્યા હતા અને વિવિધ સ્થળોએ રેલીઓ કાઢી હતી.
 
આ વિરોધ દરમિયાન, ગૌહરગંજમાં ભીડ એટલી બેકાબૂ બની ગઈ હતી કે તેઓએ મસ્જિદના દરવાજા પર પથ્થરમારો કર્યો હતો. ગુસ્સે ભરાયેલા ટોળાએ પોલીસને મેમોરેન્ડમ સુપરત કર્યા પછી મસ્જિદ પર પથ્થરમારો કર્યો હતો. ઘટનાસ્થળે પહોંચીને પોલીસે ભીડને શાંત કરવાનો પ્રયાસ કર્યો હતો.

 
માનવધિકારોનુ ઉલ્લંઘન - NHRC
રાષ્ટ્રીય માનવાધિકાર પંચે આ જઘન્ય અપરાધને માનવાધિકારોનુ સાર્વજનિક ઉલ્લંઘન બતાવતા રાયસેનના ડીએમ અને એસપીને નોટિસ આપી છે.  આયોગે 10 દિવસની અંદર રિપોર્ટ મોકલી છે અને એમ્બુલેંસ મોડી આવતા નારાજગી બતાવી છે.  
 
NHRC એ આદેશ રજુ કર્યો છે કે પીડિત પરિવારને તરત આર્થિક મદદ આપવામાં આવે. જવાબદાર અધિકારીઓ પર કાર્યવાહી થાય. આરોપીની ધરપકડ અને બધી કાયદાકીય કાર્યવાહીઓ તરત જ પૂરી કરવામાં આવે.  રિપોર્ટની કૉપી DGP ભોપાલને મોકલવામાં આવે.  NHRC એ મામલાની મોનિટરિંગ પોતે કરવાનો નિર્ણય કર્યો છે.  બાળકીનુ AIIMS ભોપાલમાં ઓપરેશન થયુ છે અને હાલત હાલ સ્થિર બતાવાઈ છે.

આરોપી માટે રૂ. 30,000 નું ઈનામ જાહેર  
 
નર્મદાપુરમ રેન્જના ડીઆઈજી પ્રશાંત ખરેએ આરોપી સલમાન માટે રૂ 30,000 નું ઈનામ જાહેર કર્યું છે. 300 થી વધુ પોલીસ અધિકારીઓ અને 20 ખાસ ટીમો જંગલોમાં શોધખોળ કરી રહી છે. ડીઆઈજીએ જણાવ્યું હતું કે આરોપીની ટૂંક સમયમાં ધરપકડ કરવામાં આવશે.
 
હિન્દુ સમુદાય 9 માંગણીઓ કરે છે
ગુસ્સે ભરાયેલા હિન્દુ સમુદાયે એસડીએમને એક આવેદનપત્ર સુપરત કર્યું, જેમાં 9 મુદ્દાની માંગણીઓ કરવામાં આવી:
 
ફાસ્ટ-ટ્રેક કોર્ટમાં આરોપીને મૃત્યુદંડની સજા.
 
આરોપીના ઘરને  બુલડોઝર તોડી પાડવું.
 
આરોપીને મદદ કરનારાઓ સામે કડક કાર્યવાહી.
 
મજૂરો અને ભાડૂઆતોનું પોલીસ વેરિફિકેશન.
 
આરોપીના પરિવારને સરકારી યોજનાઓથી વંચિત રાખવું.
 
આરોપીના માલિક સામે કાર્યવાહી.
 
બદમાશો સામે કાર્યવાહી. અને જાહેર સરઘસ
 
ભીડભાડવાળા વિસ્તારોમાં પોલીસ પેટ્રોલિંગ વધારવું.
 
ડ્રગ ડીલરો સામે કડક કાર્યવાહી.
 
મહિલા સંગઠનોએ પણ આરોપીની ધરપકડ અને ફાંસી આપવાની માંગણી સાથે વિરોધ પ્રદર્શનો કર્યા છે

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કમલા પસંદ પાન મસાલાના માલિકની પુત્રવધૂએ આત્મહત્યા કરી, તેની સુસાઇડ નોટમાં અનેક મહત્વપૂર્ણ ખુલાસા કર્યા