Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદમાં ફોઈની દીકરીને મામાના દીકરાએ પીંખી નાંખી, બેડ ટચ સમજતાં જ સગીરાએ ભાંડો ફોડ્યો

rape
અમદાવાદઃ , શુક્રવાર, 28 જુલાઈ 2023 (18:43 IST)
પોલીસે સગીરાની માતાની ફરિયાદના આધારે તેના મામાના દીકરાની ધરપકડ કરી
 
Ahmedabad News -  શહેરમાં દુષ્કર્મના અનેક કિસ્સાઓ સામે આવતા હોય છે. કેટલીક વાર સગીરાઓને લલચાવીને પિંખી નાંખવાના બનાવો પણ પ્રકાશમાં આવતાં હોય છે. ત્યારે શહેરમાં બેડ અને ગુડ ટચ સમજતી થયેલી સગી ફોઈની દીકરીએ મામાના દીકરાનો ભાંડો ફોડી નાંખ્યો હતો. સગીરા તેના મામા ઘરે ગઈ હતી ત્યારે તે 10 વર્ષની હતી. આ દરમિયાન મામાના દીકરાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. તે ઉપરાંત તેની પાડોશમાં રહેતા આધેડે તેની સાથે સૃષ્ટી વિરૂદ્ધનું કૃત્યુ કર્યું હોવાની પણ સગીરાની માતાએ ફરિયાદ નોંધાવી છે. પોલીસે મામાના દીકરાની ધરપકડ કરી લીધી છે પણ આધેડની શોધખોળ હાથ ધરી છે. 
 
મામાના દીકરાએ એકલતાનો લાભ લઈ બહેનને પિંખી નાંખી
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદની સગીરાને સ્કૂલમાં બેડ ટચ અને ગુડ ટચની સમજણ મળતાં જ તેની સાથે ભૂતકાળમાં થયેલા દુષ્કર્મને લઈને તે ડિપ્રેશનમાં રહેવા લાગી હતી. જેથી માતાએ તેને પુછતાં સગીરાએ કહ્યું હતું કે, તેના મામાના દીકરાએ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આટલેથી નહીં અટકતાં સગીરાએ તેની માતા સામે અન્ય બાબત પણ કહી હતી. તે સૌથી વધુ ચોંકાવનારી હતી. પાડોશમાં રહેતા એક પરિવારમાં નાના બાળકનો જન્મ થયો હતો. આ સગીરા બાળકને રમાડવા માટે જતી હતી. જ્યાં બાળકના વૃદ્ધ દાદાએ બાળકીની એકલતાનો લાભ લઈને તેને શારીરિક અડપલાં કર્યા હતાં અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. 
 
પાડોશમાં રહેતા વૃદ્ધે શારીરિક અડપલાં કરીને દુષ્કર્મ આચર્યું
ત્યાર બાદ આ સગીરાને કંઈક અજૂગતુ લાગતું હતું. જેથી ડરના કારણે તેણે પાડોશમાં અને મામાના ઘરે જવાનું બંધ કરી દીધું હતું. પરંતુ સ્કૂલમાં તેની સાથે ખોટુ થયું હોવાની બેડ ટચ અને ગુડ ટચની સમજણ મળતાં તે ડિપ્રેશનમાં રહેવા માંડી હતી. જેથી તેની માતાએ તેને પુછ્યું હતું. સગીરાએ બંને આરોપીઓ દ્વારા કરવામાં આવેલી હરકતો માતાને જણાવી હતી. જેથી માતાએ પોલીસ સ્ટેશનમાં બંને સામે ફરિયાદ નોંધાવી હતી. સગીરાએ આરોપીઓની સમગ્ર હકિકત પોલીસ સામે પત્ર દ્વારા વ્યક્ત કરી હતી. ફરિયાદના આધારે મણિનગર પોલીસે સગીરાના મામાના દીકરાની ધરપકડ કરી લીધી છે અને પાડોશમાં રહેતા વૃદ્ધની ધરપકડ કરવા ચક્રો ગતિમાન કર્યાં છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

એશિયા કપ અને વર્લ્ડ કપ પહેલા ટીમ ઈંડિયાના ખેલાડીએ લીધો મોટો નિર્ણય