Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ખાનગી કંપનીના મેનેજરને દીવમાં ઓનલાઈન રિસોર્ટ બુક કરવો મોંઘો પડ્યો, ઠગોએ 3 લાખ પડાવ્યા

ખાનગી કંપનીના મેનેજરને દીવમાં ઓનલાઈન રિસોર્ટ બુક કરવો મોંઘો પડ્યો, ઠગોએ 3 લાખ પડાવ્યા
, બુધવાર, 26 એપ્રિલ 2023 (18:40 IST)
- ઓનલાઈન છતરપિંડીના અનેક કેસ રોજ નોંધાઈ 
-  વેકેશનમાં દીવ જવા માટે રીસોર્ટ બુક કરવો મોંધો પડ્યો
- રીસોર્ટ બુક કરવાના નામે તેમની પાસેથી 3 લાખથી વધુની છેતરપિંડી
અમદાવાદઃ અમદાવાદમાં ઓનલાઈન છતરપિંડીના અનેક કેસ રોજ નોંધાઈ રહ્યાં છે. ઓનલાઈન ટ્રાન્ઝેક્શન કરાવીને ઠગાઈ આચરતી ગેંગ સક્રિય થઈ ગઈ છે. અમદાવાદમાં એશિયન પેઈન્ટસ કંપનીના રિઝનલ મેનેજરને વેકેશનમાં દીવ જવા માટે રીસોર્ટ બુક કરવો મોંધો પડ્યો છે. ઠગ ટોળકીએ રીસોર્ટ બુક કરવાના નામે તેમની પાસેથી 3 લાખથી વધુની છેતરપિંડી આચરી છે. જેથી તેમણે બોપલ પોલીસ સ્ટેશનમાં ઠગાઈની ફરિયાદ નોંધાવી છે. 
 
10 હજાર 800 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતાં
પ્રાપ્ત વિગતો પ્રમાણે અમદાવાદના બોપલ વિસ્તારમાં રહેતા એશિયન પેઈન્ટ્સ કંપનીમાં રિઝનલ મેનેજર તરીકે નોકરી કરતા સત્યમ ખરેએ વેકેશનમાં દિવ ફરવા જવા માટે રિસોર્ટ બુક કરવા ગૂગલમાં સર્ચ કર્યું હતું. જેમાં તેમને એક રિસોર્ટ પસંદ આવતાં તેમણે એક નંબર મળ્યો હતો જેના પર ફોન કરીને પુછ્યુ તો એક દિવસના 5400 રૂપિયા જણાવ્યા હતાં. જેથી તેમણે આ નંબર પરથી પૈસા ટ્રાન્સફર કરવાની વિગતો લઈને બે દિવસના 10 હજાર 800 રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતાં. 
 
બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી
ત્યારબાદ તેમણે રિસોર્ટમાં ફોન કરતાં જાણવા મળ્યું હતું કે, તેમના નામનું કોઈ બુકિંગ થયું નથી. જેથી તેમણે અગાઉ વાત થયેલા નંબર પર ફોન કરીને રીફંડ માંગતાં તેણે કહ્યું હતું કે, રુપિયા રીફંડ થતા નથી. જેથી તમે 10 હજાર આઠસોના ડબલ મોકલી આપો જેથી હું તમને પૈસા રીફંડ કરી શકું. આમ કરીને વાંરવાર પૈસા ટ્રાન્સફર કરાવીને તેણે ત્રણ લાખ પાંચ હજાર બસો રુપિયા પડાવી લીધા હતાં. તેમને આ બાબતે વિશ્વાસઘાત થયો હોવાનું જણાતાં બોપલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Video AI ટેકનીકનો વિડીયો વાયરલ, 5 વર્ષની છોકરીને 95 વર્ષની ઉંમરની બની