Publish Date: Wed, 01 Sep 2021 (00:26 IST)
Updated Date: Wed, 01 Sep 2021 (00:28 IST)
10 રૂપિયાની પાણી પુરી ખાધા પછી રૂપિયા ન આપવાને બદલે એક યુવકની હત્યા કરવામાં આવી. આ ઘટના
મુરૈના ગામની છે. પોલીસે હવે જઈને હત્યાનો કેસ નોંધ્યો છે. મળતી માહિતી મુજબ પ્રમોદ પુત્ર રામજીલાલ કુશવાહે 20 મે 2021ના રોજ મુરૈના ગામના પુરા પર 10 રૂપિયાની પાણી પુરી ઉધાર ખાધી હતી.
રૂપિયા ન આપવા પર લારીના માલિક સાથે તેનો ઝગડો થઈ ગયો અને તે ઘરે પરત આવ્યો. ત્યારબાદ પ્રમોદ
કુશવાહ ફરીથી ઘરેથી પાછો ફરીને લારીના સંચાલકની ઘરે પહોંચી ગયો. અહી આરોપીગણોએ એક થઈને પ્રમોદને એટલો માર્યો કે તેનુ માથુ ફાટી ગયુ, ગ્વાલિયરમાં સારવાર દરમિયાન તેનુ મોત થઈ ગયુ સિવિલ લાઈન પોલીસે આ મામલે આરોપી નસીબ સિંહ કુશવાહ, દિલીપ સિહ કુશવાહ, પવન સિંહ કુશવાહ, પુત્રગણ દેવસિંહ કુશવાહ મુરૈના ગામના પુરાના વિરુદ્ધ હત્યાની એફઆઈઆર નોંધી છે.