Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદના કૃષ્ણનગરમાં સગીરાને બ્લેકમેઇલ કરી બે મિત્રોએ દુષ્કર્મ આચર્યું

અમદાવાદના કૃષ્ણનગરમાં સગીરાને બ્લેકમેઇલ કરી બે મિત્રોએ દુષ્કર્મ આચર્યું
, સોમવાર, 7 ફેબ્રુઆરી 2022 (11:36 IST)
અમદાવાદ શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં રહેતી પોણા પંદર વર્ષીય સગીરાને તેના જ કાકાના મિત્રએ ધમકાવી દુષ્કર્મ આચર્યું હતુ. ત્યા આરોપીઓ અટક્યા નહી અને આરોપી સાગરના મિત્રએ તેને બ્લેકમેઇલ કરી દહેગામ ખાતે એક બિલ્ડિંગના ભોયરામાં લઇ જઇ દુષ્કર્મ આચર્યું હતુ. આ અંગે દુષ્કર્મ આચરનાર બે સહિત 3 શખ્સો સામે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો નોધાયો હતો. શહેરના કૃષ્ણનગર વિસ્તારમાં પોણા 15 વર્ષની સગીરા પોતાના પરિવાર સાથે રહે છે. દરમિયાનમાં સગીરાના કાકાના મિત્ર તેના પરિચયમાં આવ્યા હતા. આ કાકાના મિત્ર સાગર પટેલ(રહે.સરદાર બંગ્લોઝ, ઠક્કરનગર) સગીરાને ધમકાવી હતી અને "તું મારા સાથે સેટીંગ નહી કરે તો તારા ઘરવાળાને મારી નાખીશ". સાગરે તેના જ ઘરમાં સગીરા સાથે જબરજસ્તી કરી દુષ્કર્મ આચર્યું હતુ. આમ સાગરે દુષ્કર્મ આચર્યા બાદ તેના મિત્રએ પણ સગીરા પર દુષ્કર્મ કરવાનો પ્લાન બનાવ્યો છે. સાગરે આચરેલા દુષ્કર્મના થોડા સમય બાદ એટલે કે 20 દિવસ પહેલા રાજ્ઞેશ ધાનાણીએ પણ સગીરાને ધમકી આપી હતી. સગીરાને કહ્યું કે, તું મારા સાથે ફ્રેન્ડશીપ કર નહી તો " તુ સાગરને મળવા ગઇ હતી તે વાત " તારા ઘરે કહી દઇશ તેવી ધમકી આપી હતી. સાગરે આચરેલા દુષ્કર્મની જાણ રાજ્ઞેશને કેવી રીતે થતાં તે ગભરાઇ ગઇ હતી.બ્લેકમેઇલમાં સગીરા ફસાઇ ગઇ હતી અને ધમકીથી વસ થઇ રાજ્ઞેશ અને તેના મિત્ર ધુવીક ઉર્ફે ડીડી સાથે એક કારમાં બહાર નીકળી હતી. આરોપીઓ કાર લઇ દહેગામ રિંગ રોડ સર્કલ નજીક આવેલા એક બિલ્ડિંગના પાર્કિંગમાં લઇ ગયા હતા અને ધ્રુવીક બહાર ઉભો રહ્યો હતો અને રાજ્ઞેશે સગીરા સાથે દુષ્કર્મ આચર્યું હતુ. ત્યારબાદ સતત રાજ્ઞેશ, સાગર અને તેના મિત્રો મળી સગીરાને વધુ બ્લેકમેઇલ કરવાની કોશિશ કરી હતી.આમ ડરી ગયેલી સગીરા પર એક પછી એક મિત્રઓ દુષ્કર્મ કરવાનો પ્લાન બનાવ્યો હતો. જોકે આખરે કંટાળી જતાં સગીરાએ તેના પરિવારને જાણ કરતા મામલો બહાર આવ્યો હતો. આ અંગે કૃષ્ણનગર પોલીસ સ્ટેશનના પીઆઇ એ જે ચૌહાણે જણાવ્યું હતુ કે, આ અંગે દુષ્કર્મ, ધમકી અને પોક્સો એક્ટની અલગ અલગ કલમ હેઠળ ગુનો નોધી તપાસ હાથ ધરી છે. આરોપીઓને જાણ થતાં આરોપીઓ ભાગી ગયા હોવાથી તેમને પકડવાની તજવીજ ચાલી રહી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કોરોનાના કેસ ઘટતાં આજથી ઓફલાઇન શિક્ષણ કાર્ય શરૂ, બાળકોની ગૂંજી ઉઠશે શાળાઓ