Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

અમદાવાદની યુવતીને પ્રેમજાળમાં ફસાવી ગર્ભવતી કરી, પોલીસકર્મી સહિત પરિવાર સામે ફરિયાદ

rape case gujarat
, સોમવાર, 2 ઑક્ટોબર 2023 (13:57 IST)
અમદાવાદના સરદાનગરમાં રહેતી યુવતીએ પોલીસ કોન્સ્ટેબલ સામે પહેલા બાપુનગર પોલીસ સ્ટેશનમાં બળાત્કાર સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવી હતી. કોન્સ્ટેબલ સહિતના પરિવારના સભ્યો યુવતીને જાનથી મારી નાંખવાની ધમકી આપી બિભત્સ ગાળો આપતા હતા. જેથી વારંવાર આપવામાં આવતી ધમકીથી કંટાળી યુવતીએ આપઘાતનો પ્રયાસ કર્યો હતો.

આ અંગે યુવતીએ વધુ એક વખત કોન્સ્ટેબલ સહિતના તેના પરિવાર સામે સરદાનગર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે. સરદાનગરમાં 25 વર્ષિય યુવતી પરિવાર સાથે રહે છે અને એમબીએના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરે છે. યુવતીને છેલ્લા આઠ વર્ષથી પોલીસ વિભાગમાં ફરજ બજાવતા મહેન્દ્ર બેચરભાઇ ચાવડા સાથે પ્રેમ સંબંધ છે અને બન્નેએ લગ્ન કરવાનું પણ નક્કી કર્યું હતું. આ દરમિયાન યુવતી ગર્ભવતી થતા પોલીસકર્મીએ ગર્ભપાત કરાવ્યો હતો. જોકે, મહેન્દ્રએ લગ્ન કરવાનો ઇનકાર કરતા આ મામલે બાપુનગર પોલીસ સ્ટેશનમાં યુવતીએ મહેન્દ્ર સામે દુષ્કર્મની ફરિયાદ પણ નોંધાવી હતી. ફરિયાદ બાદ મહેન્દ્રના સગા અવારનવાર યુવતીને હેરાન-પરેશાન કરતા હતા. ગત 12 ઓગષ્ટે યુવતી ઘરે હતી ત્યારે મહેન્દ્રની બહેન કોકિલાએ મોબાઇલ પર ફોન કર્યો હતો. જેમાં ધમકી આપી હતી કે, તું મારા ભાઇ મહેન્દ્ર જોડે ખોટી રીતે લીવઇનનો એગ્રિમેન્ટ શા માટે કરાવ્યો છે? ત્યારબાદ તેઓ ગાળો બોલવા લાગી હતી. જેથી યુવતીએ ફરિયાદ કરવાનું કહેતા કોકિલાએ કહ્યું કે, તું ફરિયાદ કરીશ તો હું તને જાનથી મારી નાંખીશ. ત્યારબાદ બીજા દિવસે પણ કોકીલાએ ફોન કરી જણાવ્યું હતું કે, તું મારા ભાઇ મહેન્દ્ર ઉપર કેસ કરીશ તો હું તને તથા તારા ભાઇને મરાવી નાખીશ. જે બાદ મહેન્દ્રએ યુવતીના ભાઇને ફોન કરીને કહ્યું કે, તમને અમદાવાદમાં રહેવું મુશ્કેલ થઇ જશે. જેથી વાંરવાર ધમકીથી કંટાળી યુવતીએ દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. આ અંગે યુવતીએ સરદારનગર પોલીસ સ્ટેશનમાં કોકિલા, મહેન્દ્ર, મહેન્દ્રની પત્ની, હેતલ મકવાણા સહિતના સામે ધમકી સહિતની કલમ હેઠળ ફરિયાદ નોંધાવતા પોલીસે તપાસ શરૂ કરી છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સ્પા સેન્ટરમાં ચાલતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ જેવી ગંદકી દૂર કરાશેઃ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી